________________
આને સમજવાથી એ પ્રશ્ન થાય છે કે મનુષ્યને સંસારથી મુક્ત થવા માટે અને મોક્ષ પામવા માટે શું કરવું જોઈએ? એમ સમજો કે કોઈ વ્યક્તિ મોક્ષ પામવાના આવેશમાં આવી પોતાનું શરીર ત્યજી લે અને નષ્ટ કરી નાખે અને સમજે કે તે મોક્ષ પામી જશે તો આ તેની અજ્ઞાનતા છે. કારણ કે તેને મોક્ષને બદલે બીજો સંસાર જ મળશે. અને એના પછી ત્રીજો, ચોથો એમ ચાલ્યા જ કરશે. આમ શરીરના ત્યાગથી કયારેય પણ મોક્ષ મળવાનો નથી. તો જીવનનું અંતિમ લક્ષ્ય જે મુક્તિ અને મોક્ષપ્રાપ્તિ છે તે મળે કઈ રીતે? એવો કયો ઉપાય છે કે આ સંસારમાં રહીને પણ આનાથી મુક્તિ પામી શકાય?
આનો ઉપાય તે સરળ છે કે જેમ સંસારનો જન્મ આપણી અંદરથી છે તેમ તેની મુક્તિ પણ અંદરથી જ મળે છે. જેમ રાગ અને દ્વેષથી સંસાર જન્મ લે છે તેમ તેમાં લગાવ ન રાખવાથી મુક્તિ મળી શકે છે.
એમ સમજો કે એક દિવસ તમે બજારમાંથી જઇ રહ્યા છો. હજારો વસ્તુ બજારની દુકાનોમાં ગોઠવાયેલી છે, ફળ-ફૂલ, શાક, મીઠાઈઓ, વસ્ત્ર, આભૂષણો તથા બીજી ઘણી જ મનગમતી વસ્તુઓ છે. શું તમે એ બધી વસ્તુઓને જોવાથી એ તમારી થઈ જશે? તમે ફક્ત ઊભા રહી ધ્યાનથી એ બધું જોઈ રહ્યા છો. તો શું દુકાનદાર તમને તે બધું આપી દેશે? એવું કદાપિ નહીં બને. જ્યાં સુધી તમે વસ્તુને લેવાની ઈચ્છા નહીં બતાવો, તોલ-મોલ કરીને માંગશો નહી ત્યાં સુધી તે તમારી થવાની સંભાવના નથી. તમે તે વસ્તુઓને ત્યાં સુધી ભોગવી નહીં શકો.
આ જ રીતે આ સંસાર પણ એક બજાર છે. અને તમે તેમાં જ્યાં સુધી જ્ઞાતા-દૃષ્ટ બનીને રહેશો, કંઇ પણ વસ્તુને જોઈને અંતરમાં રાગ, દ્વેષ, મોહ વગેરેના વિકલ્પ નહીં કરો, જ્યાં સુધી તમે તે વસ્તુ માટે ઈચ્છા પ્રગટ નહીં કરો, તેના માટે મન-વચન અને કાયાનો પ્રયોગ નહીં કરો, ત્યાં સુધી તે વસ્તુ તમારા અંદર ચીપકશે નહીં. તમારી નહીં થાય, અને તે તમને બાંધશે નહીં. અને સંસાર તમારા માટે બંધનકારક નહીં થાય.
ભગવાન મહાવીરે એક સુંદર જીવન-દર્શન આપણને આપ્યું છે. તમે સંસારમાં ભલે રહો પણ તેમાં અલિપ્ત થઈને રહેશો તો તે તમારા સંસાર વધારવાનું કારણ નહીં બને.
" न लिप्पए भवमझे वि संतो, जलेण वा पोक्खरिणीपलाखं । "
-
- ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૩૨.૩૪ (પાનું ૨૯૧, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯)
સભ્યર્શી સંસારમાં રહેતાં પણ (સંસારના રાગ-દ્વેષ-મોહમાં) લિપ્ત નથી થતા, જેવી રીતે
સમકિત
૨૦