________________
૨.૫ મિથ્યાત્વના અંધકારથી લઈને ગ્રન્થિભેદ સુધીનો ઉલ્લેખ છે. જેમ કે આ પ્રમાણે ભવ્યજીવ,
અભવ્યજીવ, પુદગલ પરાવર્તન, કૃષ્ણપક્ષી, શુક્લપક્ષી, છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાળમાં જીવનું લક્ષણ, મોહવિજય, યોગદષ્ટિ, અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, માર્ગાનુસારી, ગ્રન્થિભેદની પ્રક્રિયા, યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અપૂર્વસ્થિતિ ઘાત, રસઘાત, ગુણશ્રેણી, સ્થિતિબંધ, અનિવૃત્તિકરણ, આ બધી અવસ્થાઓમાંથી પસાર થઈ જીવ “ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ત્રણ પુંજ કરે છે. જેનો ઉલ્લેખ
છે. અને સમ્યગ્ગદર્શન પ્રાપ્તિના ભાંગાનો ચાર્ટ છે. ૨.૬
સમ્યગદર્શનના પ્રકારો (ભેદ) છે. જેવા કે વ્યવહાર સમ્યગદર્શન, નિશ્ચય સમ્યગ્દર્શન, સરાગ સમ્યગદર્શન, અને વીતરાગ સમ્યગદર્શન, કારક, રોચક અને દીપક સમ્યગદર્શન, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ સમ્યગદર્શન, વેદક અને સાસ્વાદન સમ્યગદર્શન, પૌદ્ગલિક અને અપીલિક સમ્યગદર્શન દ્રવ્ય અને ભાવ સમ્યગદર્શન, આ ઉપરાંત શ્વેતાંબર આગમમાં આવતી દશ પ્રકારની રુચિ અને દિગંબર પરંપરામાં આવતા સમ્યગ્રદર્શનના
દશ પ્રકારો છે. પ્રકાર એટલે સમ્યગ્ગદર્શન કેટલા ટાઈપના હોઈ શકે? ૨.૭ સમ્યગ્રદર્શનના ૮ અંગનો ઉલ્લેખ છે. અંગ એટલે અવયવ, પાર્ટ, જેમ કે શરીર
અંગોનું બનેલું છે. તેવી જ રીતે સમ્યગદર્શન પણ ૮ અંગોથી બનેલું છે. એ ૮ અંગ જેટલાં સચવાય તેટલું સમ્યગ્ગદર્શન સચવાય છે અને વધે છે. તે આઠ અંગનાં નામ આ પ્રમાણે છે, (૧) નિઃશંકતા (૨) નિષ્કાંક્ષતા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢષ્ટિ (૫) ઉપબૃહણ (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના આ આઠ અંગનું
વિવેચન છે. ૨.૮ વ્યવહાર સમકિતના ૬૭ બોલ છે તેના ૧૨ દ્વાર છે. આ એક એવો સંગ્રહ છે.
જેમાં સમકિતને લગતી બધી માહિતીનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકરણમાં કુલ
૬૭ વસ્તુ સમજાવવામાં આવી છે. ૨.૯ સમ્યગદર્શન કોણ પ્રાપ્ત કરી શકે છે.? સમ્યગ્દર્શનનું મહત્ત્વ, સમ્યગદર્શન સ્વીકારવાથી
થતું પરિવર્તન, અને પ્રતિદિન સમ્યગ્દર્શનની આરાધના કરનારી દિનચર્યા શું હોય છે
વગેરે અલગ અલગ વાતો આ પ્રકરણમાં કરી છે. ૨.૧૦ સમ્યગદર્શની અર્થાત્ સમકિત પામેલ જીવનો વ્યવહાર કેવો હોય છે. તે જણાવેલ છે.
સમકિતી આત્માનું બોલવું, ચાલવું, રહેવું, વિચારવું વગેરે મિથ્યાત્વીથી કેવું જુદું પડે છે તે જણાવેલ છે.
સમકિત