________________
૨.૧૧ સમ્યગદર્શન જીવન જીવવાની એક અદ્ભુત કળા (Art) છે. બધી કળા માણસને
આવડતી હોય પણ જો સમ્યગ્ગદર્શન ન હોય તો અધૂરું છે. બધું શૂન્ય છે. સાચી દૃષ્ટિ આવ્યા પછીનું જીવન સુખ-શાંતિ આપનાર છે.
૨.૧૨ સમ્યગદર્શનનો કેવો પ્રભાવ છે, તથા તેનાથી શું પરિવર્તન થાય છે. તે દષ્ટાતથી
સમજાવેલ છે.
૨.૧૩ સમ્યગ્દર્શનની પ્રધાનતા, મુખ્યતા, આધ્યાત્મિકતા દરેક ક્ષેત્રમાં કેવી છે. તે અલગ
અલગ ઉપમાઓ આપી સમજાવેલ છે.
૨.૧૪ આ પ્રકરણમાં સમ્યગદર્શનની સુરક્ષા (સાચવવાની) વાત કરેલ છે. સાચવી તેનું રક્ષણ
કરી તેને વિશુદ્ધ રાખવા ૨૫ પ્રકારના દોષનો ત્યાગ કરવાનું જણાવેલ છે. તે દોષોના ત્યાગથી સમ્યગદર્શન ચોખ્ખું રહે છે. વિશુદ્ધ રહે છે. ચાલ્યું જતું નથી.
૨.૧૫ “ચૌદ ગુણસ્થાન”ને સંક્ષેપમાં સમજાવેલ છે. અનાદિ મિથ્યાત્વી જીવ પહેલું મિથ્યાત્વ
ગુણસ્થાન છોડી ચોથા ગુણસ્થાને આવે છે. પછી ઉત્તરોત્તર વિકાસ કરીને છે ચૌદમા ગુણસ્થાને પહોંચી “સિદ્ધભગવાન” બને છે. સર્વકર્મ ક્ષય કરી શાશ્વત સુખને પામે છે. જે પોતાનું લક્ષ્ય હતું તે પૂરું થયું અને મોક્ષ પ્રાપ્તિ થઈ. આત્માનો વિકાસક્રમ કહો કે સમ્યક્તથી લઈ સિદ્ધ અવસ્થાનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રકરણમાં કરેલ છે.
૩.૧ શ્વેતાંબર આગમોના પાઠ ત્યારબાદ દિગમ્બર શાસ્ત્રોના પાઠ લીધા છે. સમ્યક્રદર્શનના ૩.૨ શાસ્ત્રીય મૂળપાઠ આપ્યા છે. બન્નેના મળીને પ૪ આગમપાઠ છે. (રેફરન્સ છે.)
૩.૩ આ પ્રકરણ જૈનસાહિત્યના દાર્શનિક ગ્રંથોમાં સમ્યગ્દશર્નનો ઉલ્લેખ ક્યાં આવે છે, તે
મૂળપાઠ સાથે આપવામાં આવેલ છે. આ દાર્શનિક ગ્રંથોના રચયિતા વિદ્વાન આચાર્ય ભગવંતો છે. તેના મૂળપાઠની સંખ્યા ૯ છે. (રેફરન્સ ૯ છે.)
સમકિત