________________
મુનિસુંદરસૂરિ નામના આચાર્ય પ્રસિદ્ધ છે. જેમણે બ્રાહ્મણો સાથે વાદ કરીને તેમને પરાજિત કર્યા. અને તેમને “દફતરખાન”ની સભામાં “વાદિગોકુલસંડ” નામનું પદ પ્રાપ્ત કર્યું.
આવી જ રીતે આચાર્ય મહ્મવાદીજીનું નામ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે.
“વાદી ત્રીજો રે તર્કનિપુણ ભણ્યો, મલવાદી પરે જેહ, રાજદ્વારે રે જયકમલા વરે, ગાંજતો જિમ મેહ, ધન ધન શાસન મંડન મુનિવરા.”
આચાર્ય મલિવાદીજીએ વિ.સં.-૮૮૪માં શિલાદિત્યની સભામાં બૌદ્ધાચાર્યોની સાથે વાદ કરીને તેમને પરાજિત કર્યા. જૈન ન્યાય અને તર્કશાસ્ત્રની જયપતાકા ફરકાવી. દ્વાદશાર નયચક્રની રચના કરીને તેમણે જૈન ન્યાયશાસ્ત્રની અમરકીર્તિ ગાથા સ્થાપિત કરી. પ્રભાવક ચરિત્ર-પાનું-૭૭-૭૯
(૪) નૈમિત્તિકર આ પણ જિનશાસનના પ્રભાવક છે. નિમિત્તશાસ્ત્રના પરમ જ્ઞાનીનું કહેલું કદી પણ ખોટું હોય નહીં. જિનશાસનના નૈમિત્તિકો બધાના જોષ જોવા બેસી ન જાય. ગમે તેને નિમિત્તશાસ્ત્ર આપવું એ પણ પાપ તરીકે કહેવામાં આવ્યું છે. જો કોઈ અયોગ્યને જ્ઞાન આપે તો નૈમિત્તિકને પોતાને પ્રાયશ્ચિત લાગે.
નૈમિત્તિક માટે કહાં છે કે -
"नैमित्तिओ निमित्तं, कज्जंमि पउंजए निउणं" - સમ્યક્ત સપ્તતી, ગાથા ૩૪
અથઃ જે નૈમિત્તિક શાસનની ઉન્નતિના કાર્યમાં નિશ્ચિત રીતે નિમિત્તનો ઉપયોગ કરે તે જૈનશાસનના પ્રભાવક કહેવાય.
આ પ્રકારના પ્રભાવકોમાં શ્રી સ્વામી ભદ્રબાહુ ખૂબ જ ઉત્તમ પ્રભાવક થયા. જેમણે સકળ સંઘ ઉપર આવેલો મરકીનો ઉપદ્રવ દૂર કરવા હેતુ માહપ્રભાવશાળી “ઉવસગ્ગહર” સ્તોત્રની રચના કરી.
જ્યોતિષાચાર્ય વરાહમિહિર આમના જ નાના ભાઈ હતા. તેમણે અનેક ભવિષ્યવાણીઓ કરીને રાજા-પ્રજાને પ્રભાવિત કર્યા હતા. તેમણે પોતાના મોટા ભાઈ ભદ્રબાહુસ્વામીને નીચા દેખાડવા અને સમકિત
૧૮૧