________________
(૭) રસાદિ સિદ્ધ (૮) કવિ
(૧) પ્રવચનિક આગમોના જાણકાર, શ્રતને ધરનાર અને કાળને ઉચિત એવું પ્રવચન આપે કે ધર્મનો જયજયકાર થઈ જાય. આ ગુણના સંબંધમાં આચાર્ય વજસ્વામીનું ઉદાહરણ પ્રસિદ્ધ છે.
આચાર્ય વજસ્વામીનાં રૂપ અને શીલ પર પ્રભાવિત થયેલી કન્યા &મણિએ હઠ પકડી કે આમની સાથે જ વિવાહ કરીશ અન્યથા અગ્નિમાં પડીશ. આવી પ્રેમ વિહ્વળ સ્કમણીને આચાર્ય વજસ્વામિએ ખૂબ જ કુશળતાથી એવો ઉપદેશ આપ્યો કે તે સંસારથી વિરક્ત થઈ તેજસ્વી સાધ્વીજી બની ગયા.
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી ગણિવર સમકિતના સડસઠ બોલની ગુજરાતી ભાષાની સક્ઝાયમાં જણાવે છે કે
“વર્તમાન શ્રુતના જે અર્થનો, પાર લો ગુણ ખાણ.”
વર્તમાન શ્રુતના જે અર્થના પાર પામનારા અને ગુણોની ખાણ સમા એ “પ્રવચનિક” નામના પ્રભાવક છે.
(૨) ધર્મકથિકઃ કથનલબ્ધિને ઘરનારા, કથા કહીને લોકને પ્રતિબોધ પમાડે; આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગજનની અને નિર્વેદજનની ચાર પ્રકારની કથાઓ દ્વારા લોકોને જૈન ધર્મમાં સ્થિર કરે.
આ વાતને જણાવતાં કહ્યું છે કે “ધર્મિકથી તે બીજો જાણીએ, નંદીષેણ પરે જેહ નિજ ઉપદેશે રે રંજે લોકને, જોજે હૃદય સંદેહ”
જેમ શ્રી નંદીષણજી પોતાની કથા દ્વારા ઉપદેશથી લોકને રંજિત કરે અને તેમના હૃદયની શંકાઓ દૂર કરે. તેમ સમ્યક્રદૃષ્ટિકથાની માધ્યમે ધર્મપ્રભાવના કરે.
(૩) વાદી એટલે કે અન્ય દર્શનીઓ જોડે વાર્તાલાપ કરીને તેને પ્રશ્નો-ઉત્તરોમાં હરાવીને જૈન ધર્મનો જયજયકાર કરાવે.
૧ પ્રવચન સારોદ્વાર-દ્વાર-૧૪૮-ગાથા-૯૩૪
૧૮૦
સમકિત