________________
કરવા તન, મન, ધનથી સમ્યગ્દષ્ટિએ સદાય તૈયારી રાખવી જોઈએ.
કલ્યાણમાર્ગમાં સ્થિત પ્રાણીઓના પ્રતિ કુટુંબ સરીખો પ્રેમ કરવો તે વાત્સલ્ય છે. અહીં પણ દિગંબર પરંપરામાં બે પ્રકારનાં વાત્સલ્ય કહાાં છે. સ્વવાત્સલ્ય અને પરવાત્સલ્ય. પોતાના આત્મા પ્રતિ પ્રીતિ કરવી અને તેના સ્વરૂપ ઉપર આવતી બાધાઓને દૂર કરવી તે સ્વ-વાત્સલ્ય છે.
આ જ રીતે બીજાના ઉપર ઉપસર્ગ કે પીડા આવવાના કારણે પણ તેને બરાબર સાચવી તેનું ધ્યાન ધર્મથી જતું ન રહે, અને શિથિલતા આવી ન જાય તેનો પ્રેમથી રસ્તો કાઢવો તે પરવાત્સલ્ય કહેવાય.
(૮) પ્રભાવનાઃ (આઠમું અંગ) પ્રભાવનાનો અર્થ એટલે કે મહિમા અને કીર્તિ વધારવી. દુનિયામાં ધર્મનું મહત્ત્વ વધારી અને વધારે ને વધારે આત્માઓને મુક્તિના માર્ગ ઉપર લાવવા તેને ધર્મની પ્રભાવના કહેવાય.
ધર્મની પ્રભાવનામાં મુખ્યત્વે દરેક જીવને જ્ઞાનથી, આચરણથી, ધર્મનો મર્મ સમજાવીને ધર્મ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા બેસી જાય અને તે આત્માના સમ્યગદર્શનમાં નિમિત્ત બનવું તે ઉત્કૃષ્ટ પ્રભાવના કહેવાય.
આચાર્ય સમંતભઢે પ્રભાવનાનો અર્થ બતાવતા કહ્યું છે કે “સંસારી જીવોના હૃદયમાં અજ્ઞાનનો અંધકાર રહેલો છે, તેથી અંધકારને સત્યના પ્રકાશથી દૂર કરી જિનેન્દ્ર ભગવાનના શાસનનો સૂર્ય તે જીવોમાં સદાય રહે એવું કાર્ય કરવું તેને પ્રભાવના કહેવાય છે.”
પ્રભાવનામાં પણ બે પ્રકાર છે. સ્વપ્રભાવના અને પરપ્રભાવના.
રત્નત્રયના તેજથી પોતાના આત્માને પ્રભાવિત કરવો, પોતાના આત્મસ્વરૂપની ઉન્નતિ કરવી તે સ્વ-પ્રભાવના છે. અને એ જ રીતે બીજાના આત્મામાં ધર્મની જ્યોત પ્રગટાવવી તે પરપ્રભાવના કહેવાય.
શ્વેતાંબર પરંપરા પ્રમાણે શાસનપ્રભાવના કરવાવાળા ૮ પ્રકારના પ્રભાવકો બતાવ્યા છે. તે નીચે પ્રમાણે છે. તે પ્રકારો બતાવે છે કે શાસનપ્રભાવના અલગ અલગ રીતથી થઈ શકે છે.
(૧) પ્રવચનિક (૨) ધર્મકથિક (૩) વાદિ (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યાસિદ્ધ સમકિત
૧૭૯