________________
મિથ્યાઉપદેશ અથવા તો અન્ય તીર્થીઓના મંત્ર-તંત્રના ચમત્કાર જોઈને પોતાના સમ્યગ્ગદર્શન કે ધર્માચરણથી ચલાયમાન થાય અને ધર્મના પથથી ફરી જાય તો તેને પોતે સમજાવીને કે બીજાઓ દ્વારા સમજાવીને તેના મનનું સમાધાન કરાવી તેને પાછો સમ્યક્રચારિત્રરૂપ ધર્મમાં સ્થાપિત કરાવવો તેને સ્થિરિકરણ કહેવાય છે. (સ્થિતિકરણ પણ કહેવાય છે.)
એવું ઘણીવાર બને કે ઘણા જણ કંઈક જાતના પ્રલોભનમાં ફસાઈને સાચા માર્ગથી ફરી જાય છે, તો સમ્યગુદૃષ્ટિ પોતાનું કર્તવ્ય સમજીને પોતાનાથી બનતી બધી જ કોશિશ કરે છે કે તે ચલાયમાન થયેલો જીવ પાછો સત્ય માર્ગ ઉપર આવી જાય.
ધર્મસંઘમાં કોઈ નિર્ધન છે, અસહાય છે અને તે કારણથી તેવી વ્યક્તિઓ પોતાના ધર્મ અને સમ્યમ્ માર્ગથી દૂર થતી જાય છે તો તેવી વ્યક્તિઓની બનતી સહાય કરી તેઓને પાછી ધર્મમાં સ્થાપિત કરવી તે પણ સ્થિતિકરણ કહેવાય છે.
દિગંબર પરંપરામાં સ્થિતિકરણના બે ભેદ રહેલા છે.
(૧) પોતાના ખુદના આત્માનું સ્થિતિકરણ કરવું (૨) બીજાના આત્માનું સ્થિતિકરણ કરાવવું. મોહ અને કર્મોદયવશ થઈ ખોટા માર્ગ ઉપર જતા જાણીને પોતાના આત્માને બોધ આપી અને આત્મસ્વરૂપમાં સ્થિર કરવો તેને સ્વસ્થિતિકરણ કહેવાય છે. અને બીજાને માર્ગથી પડતા જોઈને તેને આત્મસ્વરૂપમાં સ્થિર કરવો તેને પરસ્થિતિકરણ કહેવાય છે.
(૭) વાત્સલ્ય (સાતમું અંગ) વાત્સલ્યનો અર્થ થાય છે તે નિસ્વાર્થ સ્નેહ અને શુદ્ધ પ્રેમ. સાધર્મિક અને ધર્મના પંથે ચાલનારાઓ ઉપર શુદ્ધ પ્રેમભાવ રાખવો તે વાત્સલ્ય કહેવાય છે. જેમ માતા પોતાના સંતાન ઉપર નિઃસ્વાર્થ પ્રેમ રાખે છે, સામે કોઈ ફળની ઈચ્છા રાખતી નથી, તેમજ સમ્યગ્દષ્ટિધર્મના ક્ષેત્રમાં એવો જ ભાવ લઈને ચાલે છે. સહધર્મી ઉપર નિર્મળ, નિષ્કામ તથા ઉદાર વાત્સલ્ય રાખે છે.
વાત્સલ્યમાં માત્ર સમર્પણ અને પ્રીતિનો ભાવ હોય છે. તે ધર્મશાસ્ત્રના પ્રતિ એક અનુરાગ છે.
જેમ સેવક સ્વયંને સેવક સમજીને સ્વામીનું કાર્ય કરે છે. તેમજ પંચ પરમેષ્ટિ ધર્મ, સાધુ, સાધ્વીજી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ તથા શાસ્ત્રોની સેવા કરવી તે વાત્સલ્ય કહેવાય છે. જ્યારે પણ આમાંથી કોઈના ઉપર ઉપસર્ગ આવી જાય, સંકટ આવે તો તેનું નિવારણ ૧૭૮
સમકિત