________________
મુક્તિ સુધી પહોંચાડે. ઘણા મિથ્યાષ્ટિઓ શાસ્ત્રોમાં આવેલા મંત્રો અને કાળી વિદ્યાઓને પ્રાપ્ત કરવાના હેતુથી લલચાઈને તેને સાચા માને છે. જે વિદ્યા અને મંત્રો ફક્ત આ ભવ પર્યત જ કોઈ ચમત્કાર બતાવે તે સાચા નથી હોતા. અને તે વિદ્યાઓ મોક્ષ પર પહોંચવાનો માર્ગ નથી બતાવી શકતી.
સમ્યગ્દષ્ટિજીવ દરેક શાસ્ત્રોમાંથી એ જ ગ્રહણ કરે છે મુક્તિ માટે જરૂરી છે. અને ખોટી શાસ્ત્રમૂઢતામાં પડતો નથી.
આમ, અમૂઢદષ્ટિનો અર્થ કહીએ તો એ કે ભિન્ન-ભિન્ન દર્શનોમાં (ધર્મોમાં) યુક્તિઓ કે આડંબર આદિ જોઈ કે સાંભળી પોતાની શ્રદ્ધાથી વિચલિત થવું નહી. સંસાર અને કર્મોના વાસ્તવિકરૂપ સમજી અને હિતાહિતનો વિવેક કરવો, તે જ “અમૂઢદૃષ્ટિવ” કહેવાય છે.
(૫) ઉપબૃહણઃ (પાંચમું અંગ) આનો અર્થ એમ થાય છે કે વૃદ્ધિ કરવી, વધારવી, પૃષ્ટિ કરવી. પોતાના આત્માની શક્તિઓને વધારવી અને તેને દુર્બળ ન થવા દેવી છે. એટલે કે જે ગુણો દ્વારા સમ્યગદર્શનાદિ રત્નત્રયમાં શિથિલતા ન થાય તેને ઉપબૃહણ કહેવાય છે.
“ઉપવૃંહણની” જગ્યાએ “ઉપગૂહન” શબ્દનો ઉપયોગ ઘણી જગ્યાએ થયો છે. ઉપગૂહનનો અર્થ થાય છે ઢાંકવું કે છુપાવવું.
કોઈ સાધર્મિક (વ્યક્તિ) પ્રમાદવશથી કે કર્મોદયવલથી કોઈ ભૂલ કરે છે તો તેને એકાંતમાં લઈને સમજાવવું. અને તેની ભૂલને સુધારવાની કોશિશ કરવી. પરંતુ બધાની વચ્ચે તેની ભૂલનો ઢંઢેરો પીટીને તેને અપમાનિત કે વિદિત કરવો નહીં. અને ભૂલ સુધારી લે તો એ વાતને કાયમ માટે ઢાંકી દેવી અને બધાની વચ્ચે પ્રગટ થવા ન દેવી. તે ઉપગૂહન નામનો ગુણ કહેવાય.
ઘણીવાર ધર્મપાલકના આચરણનો પ્રભાવ ધર્મ ઉપર પડે છે. તેથી જ્યારે એકના ખોટા આચરણના હિસાબે ધર્મ નિંદાય એવું ન થવા દેવું તે સમ્યગ્દષ્ટિ પોતાનું કર્તવ્ય માને છે. તે ધર્મની નિંદાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ધર્મનિંદાને ફેલાતી અટકાવી દે, તેને ઢાંકી દે. આવા ગુણને ઉપગૂહન કહેવાય છે.
(૬) સ્થિરિકરણઃ (છઠ્ઠું અંગ) કોઈ વ્યક્તિ સમ્યગૃષ્ટિ, કે શ્રાવક કે મહાવ્રતી સાધુ કોઈ ભયંકર કષાયોના ઉદયવશ કારણે અથવા તો કુસંગતિના કારણે અથવા રોગાદિ, દરિદ્રતા, અપમાન, સમકિત
૧૭૭