________________
જૈનધર્મને નીચે પાડવા રાજાની કાન ભંભેરણી કરી. પણ જ્યારે ભદ્રબાહુસ્વામીને ખબર પડી કે જૈનધર્મની હેલના થાય છે તો તેમણે નિમિત્ત શાસ્ત્રનો ઉપયોગ કરીને વરાહમિહિરની વાતોને ખોટી ઠરાવી અને જૈનશાસનની ઉન્નતિ કરાવી.
(૫) તપસ્વીઃ જે માયા, નિદાન અને મિથ્યાદર્શનરૂપ શલ્યરહિત ઉત્કૃષ્ટ તપસ્યા કરતા હોય, જે દર્શન અને જ્ઞાનપૂર્વક તપ કરતા હોય અને તેમના તપને જોઈને સમગ્ર સંઘમાં જૈનધર્મ અને તપ ઉપર બહુમાન થાય તો તે તપથી શાસનપ્રભાવના થાય છે.
“તપગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ આશ્રય લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ.’
""
તપસ્વી સંબંધમાં મુનિ વિષ્ણુકુમારનું નામ ઉલ્લેખનીય છે. મુનિશ્રીએ પોતાના અદ્ભુત તપના પ્રભાવથી દુષ્ટ એવા નમુચિના ઉપદ્રવનો નાશ કરી જૈનશાસન તથા સંઘની રક્ષા કરી.
(૬) વિદ્યાપ્રભાવકઃ પ્રજ્ઞમિ વગેરે વિદ્યાઓને સાધીને જૈનશાસનની પ્રભાવના માટે વાપરે તે વિદ્યાપ્રભાવક કહેવાય.
આ બાબતમાં ખપુટાચાર્યનું નામ જૈન ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. તેમણે વિદ્યામંત્રબળના પ્રભાવથી કચ્છમાં બૌદ્ધાચાર્યને હરાવી જૈનધર્મની થતી નિંદાને રોકી અને શાસનનો ડંકો વગાડ્યો.
છઠ્ઠો વિદ્યા રે, મંત્રતણો બલિ જિમ શ્રી વયર મુણીંદ’’
(૭) સિદ્ધપ્રભાવકઃ આંખમાં અંજન કરીને, પગે લેપ કરીને, કપાળે તિલક કરીને વગેરે દુષ્કર કાર્યો કરવા, ભૂત વગેરેનું આકર્ષણ કરવું, વૈક્રિય શરીરાદિ બનાવવું વગેરે કાર્યો કરવાની શક્તિઓને જેણે સિદ્ધ કરી હોય અને તે શાસનની ઉન્નતિ માટે ઉપયોગ કરે તે સિદ્ધપ્રભાવક ગણવા.
આ પ્રભાવકોમાં પાદલિપ્તાચાર્યનું નામ જૈન ઈતિહાસમાં ચમકી રહ્યું છે. તેમણે પાટલીપુત્રમાં મુરણ રાજા દ્વારા પ્રસ્તુત કરેલી કંઈક અટપટી શંકાઓનું સમાધાન કરાવી સર્વેને અંજાવી દીધા અને શાસનની ઉન્નતિ કરી.
“સિધ્ધ સાતમો રે, અંજન યોગથી જિમ કાલિકમુનિ ચંદ’
૧૮૨
સમકિત