________________
આજ રીતે શ્રી કાલિકાચાર્ય મહારાજ પણ સિદ્ધ પ્રભાવક થઈ ગયા.
(૮) કવિઃ આ પ્રભાવકો જિનોક્ત પદાર્થો અને તત્ત્વોને સરળ ભાષાથી કવિતારૂપમાં રચના કરે છે. કવિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના સમજનારા હોય છે. તે આ બધું જોઈને જ એવી કવિતા બનાવે કે સર્વ સાંભળનારાઓને સરળતાથી સમજાઈ જાય અને શાસનની પ્રભાવના થાય. આમાં સિદ્ધસેન દિવાકર સૂરિજી થઈ ગયા કે જેઓએ કાવ્ય રચનાથી રાજા, મહારાજાઓને ધર્મી બનાવ્યા. પોતાના કવિત્વ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરી.
“કાવ્ય સુધારસ મધુર અર્થભર્યા ધર્મ હેતુ કરે જેહ સિદ્ધસેન પરે રાજા રીઝવે અઠ્ઠમવરકવિ તેહ’
આ પ્રભાવક એવા હતા કે તેમના એક એક શ્લોક સાંભળીને રાજાએ તે તે દિશાના રાજ્યનું દાન કર્યું હતું.
શ્રી સિદ્ધસેન દિવાકરજીના યોગે જિનેશ્વરદેવનું શાસન પામીને મહારાજા વિક્રમાદિત્યે શાસનની પ્રભાવના કરી.
આ પ્રમાણે વિશિષ્ટ ઉપલબ્ધિઓના માધ્યમથી સંઘ અને ધર્મની પ્રતિષ્ઠા અને શોભામાં વૃદ્ધિ કરાવવી તે પ્રભાવના કહેવાય છે.
આવી પ્રભાવના સ્વયંના સમ્યગ્દર્શનની શુદ્ધિ કરે છે. અને સાથે અન્ય ભવ્ય જીવોને સમ્યગ્દર્શન પમાડે છે અને જેને હોય તેને વધારે શુદ્ધ કરાવે છે.
આ થયાં સમ્યગ્દર્શનનાં અંગ.
સમકિત
૧૮૩