________________
૨.૮ વ્યવહાર સમકિતના ૬૭ બોલ
એક એવો સંગ્રહ જેમાં સમકિતને લગતી ઘણી માહિતી ભેગી કરી છે. વ્યવહાર સમકિતના ૬૭ બોલમાંથી (ભેદ મુદ્દા) એક અથવા અનેક બોલ આદરનાર જીવને વ્યવહારથી સમકિતી કહેવાય છે. જે દેવ-ગુરુ-ધર્મ તત્ત્વમાં વ્યવહારથી શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે. નિશ્ચયથી કોઈ જીવને સમકિત છે કે નહીં તે વિશિષ્ટ જ્ઞાની જ બતાવી શકે.
જેણે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર અને મોહનીયની ત્રણ પ્રકૃતિ સમ્યકત્વ મોહનીય, મિથ્યામોહનીય અને મિશ્રમોહનીય એમ કુલ સાત પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કર્યો હોય તેને નિશ્ચયથી સમકિતી કહેવાય છે.
વ્યવહાર સમતિના ૬૭ બોલ નીચે પ્રમાણે છે. તેના ૧૨ દ્વાર છેઃ
૧. સણા દ્વાર-જેનાથી સમ્યગદર્શન પમાય છે અને પામ્યા હોઈ એ તો ટકી રહે છે. ૨. લિંગ દ્વાર-જેનાથી સમ્યગદર્શનની ઓળખાણ થાય છે. ૩. વિનય દ્વાર-જેનાથી સમ્યગ્ગદર્શન પમાય છે અને પામ્યા હોઈ એ તો ટકી રહે છે. ૪. શુદ્ધતા દ્વાર-જેનાથી સમ્યગ્રદર્શનની શુદ્ધિ થાય છે. ૫. લક્ષણ દ્વાર-જેનાથી સમકિતીની ઓળખાણ થાય છે. ૬. દૂષણ દ્વાર-દૂષણથી સમકિતી દૂષિત થાય અને નાશ પામે છે તે બતાવ્યું છે. ૭. ભૂષણ દ્વારમાં-ભૂષણથી જિનશાસનની શોભા વધે તે કરવાનું કહ્યું છે. ૮. પ્રભાવના દ્વારમાં-જિનશાસનની પ્રભાવના કરી જનસમુદાયને ધર્મ સન્મુખ કરે. ૯. આગાર દ્વારમાં-સમકિતીને અપવાદ માર્ગે કંઈક સમકિત વિરુદ્ધ કરવું પડે તો તેને આગાર
આપવામાં આવ્યો છે તે બતાવે છે. ૧૦.જયણા દ્વારમાં–જયણા એટલે જેનાથી સમકિતની સુરક્ષા થાય તે વાત કરી છે. ૧૧.સ્થાન દ્વારમાં-સમકિત કયા કયા સ્થાને છે તે બતાવ્યું છે, દચંત દ્વારા. ૧૨.ભાવના દ્વાર-ભાવના ભાવવાથી સમ્યગદર્શન વધુ નિર્મળ અને દઢ બને છે તે બતાવ્યું છે. "तस्स विसुध्धि निमित्तं नाऊण सत्तसट्ठि ठाणाई । पालिज्ज-परिहरिज्जं च जहारिहं इत्थ गाहाओं ॥" - સમ્યકત્વ સિત્તરી ૧૩૮, ધર્મસંગ્રહ-૧-૧૩
આ ૬૭ બોલ એક એવા પ્રકારનો સંગ્રહ છે. જેમાં અમુક દ્વારથી સમ્યગ્દર્શન પમાય છે. ૧૮૪
સમકિત