SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪ઃ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ કેટલી સુલભ કેટલી દુર્લભ? પ્રશ્ન એ થાય છે કે સમ્યગદર્શનની ઉપલબ્ધિ દુર્લભ છે કે સુલભ? તેના ટૂંકમાં જવાબ આ છે. જેનું અજ્ઞાનનું આવરણ, મિથ્યાત્વનું બંધન અને મોહનો પડદો હટી ગયો છે, કે પછી જીર્ણ-શીર્ણ થઈ ગયો છે, અથવા શિથિલ થઈ ગયો છે. તેને સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થવામાં સમય લાગતો નથી તેના માટે સમ્યગ્રદર્શન સુલભ છે. પરંતુ જેના મનથી અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વનો અંધકાર દૂર નથી થયો પરંતુ મન અહંકાર મોટા વિકારોથી મલિન છે. તીવ્ર કષાયથી આચ્છાદિત છે તેના માટે સમ્યગદર્શન દુર્લભ છે. કેટલીક વ્યક્તિઓને ઉપદેશ સાંભળવામાં અને મહાપુરુષોની સાથે રહેવામાં વર્ષો વીતી જાય છે. જન્મો વીતી જાય છે. તો પણ સમ્યગદર્શન યા સમ્યજ્ઞાન તેમને પ્રગટ થતું નથી, તેમની દશા તેવી ને તેવી જ રહે છે. કેટલાક એવા છે કે ભગવાન મહાવીરસ્વામી પાસે રહા છતાં પણ હૃદયનો મેલ ધોયો નહીં અને અજ્ઞાનમિથ્યાત્વનાં બંધન ઢીલાં પાડ્યાં નહિ. દા.ત. ગોશાલકજી છ વર્ષ ભગવાન મહાવીર પાસે રહ્યા અને સાથે ફર્યા પરંતુ ગોશાલકજીના જીવનમાં અંધકારનો જ પ્રભાવ હતો જેથી તેમના માટે સમ્યગદર્શન દુર્લભ રહ્યાં. ઉપરની વાતો ઉપર ધ્યાન રાખીએ તો એ સમજી શકાય છે કે સમ્યગદર્શનની કેટલી દુર્લભતા છે. આને ફરીથી ટૂંકમાં સમજી લઈએ. ભવ્ય જીવોનો સંસારકાળ એક પુલ પરાવર્તનકાળથી અધિક બાકી નથી. એટલે કે જે ભવ્ય જીવો ચરમાવર્તનકાળને પામેલા છે અને તેમાં પણ અપુનબંધક અવસ્થામાં આવેલા છે તે જીવો જ ધર્મોપદેશને યોગ્ય છે. ચરમાવર્તનકાળને પામેલા જીવો મિથ્યાદષ્ટિ હોય કે સમ્યગદષ્ટિ હોય પણ તેઓ છેલ્લે એક પુલ પરાવર્તકાળમાં નિયમી શ્રી સિદ્ધિપદને પામવાના જ છે, તો પછી એ જીવોને યથાવિધિ ધર્મોપદેશની શા માટે જરૂર છે? આ પ્રશ્નનો ખુલાસો કરતા આચાર્યદેવ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે “જયાનંદ કેવળી ચરિત્રમાં” ફરમાવ્યું છે કે-શ્રી સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય એવા પણ જીવો શ્રી સિદ્ધિપદને પામી શકતા નથી. જે ભવ્યજીવો શ્રી સિદ્ધપદને પામે છે તેઓ સિદ્ધિપદને પમાડનારી સઘળી સામગ્રીને પ્રાપ્ત કરીને જ પામે છે. મનુષ્યપણું, આદિશ, શ્રુતિ અને શ્રદ્ધા આદિ સામગ્રી તે અતિ દુર્લભ છે. તેમાં મનુષ્યપણું અને આવેદશ પ્રાપ્ત થાય તેમાં પણ સદ્ગુરુઓનો યોગ પ્રાપ્ત થયો અને તે પ્રાપ્ત થવા છતાં પણ સમકિત ૯૩
SR No.007192
Book TitleSamkit Shraddha Kriya Moksh
Original Sutra AuthorN/A
Author
PublisherHindi Granth Karyalay
Publication Year2015
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy