________________
બોધિ કે (સમ્યગ્દષ્ટિ) દુર્લભ છે.
સ્થાનાંગસૂત્રમાં બોધિ દુર્લભતાના પાંચ કારણો બતાવ્યા છે. પાંચ કારણોથી જીવ દુર્લભબોધિ યોગ્ય મોહનીય કર્મ બાંધે છે. તે પાંચ કારણો આ પ્રકારે છે.
૧.
અરિહંત ભગવાનના અવર્ણવાદ બોલવાથી અરિહંત ભગવાન દ્વારા કરેલ શ્રુત-ચારિત્રરૂપ ધર્મના અવર્ણવાદ બોલવાથી આચાર્ય, ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી ચતુર્વિધ શ્રી સંધના અવર્ણવાદ બોલવાથી ભવાંતરમાં ઉત્કૃષ્ટ તપ અને બહ્મચર્યનું અનુષ્ઠાન જેણે કરેલું છે તેવા દેવોના અવર્ણવાદ બોલવાથી જીવ સમ્બોધિ પામી શકતો નથી.
૪. ૫.
સમ્બોધિ મળવાનું કારણ
સમ્યગ્રદર્શનની સુલભતા માટે પણ પાંચ કારણ સ્થાનાંગસૂત્રમાં બતાવ્યા છે. ૧. અરિહંત ભગવાનના ગુણગાન કરવાથી ૨. અરિહંત ભગવાન દ્વારા પ્રરૂપિત શ્રુત- ચારિત્ર ધર્મના ગુણગાન કરવાથી ૩. આચાર્ય-ઉપાધ્યાયના ગુણગાન કરવાથી ૪. ચતુર્વિધ શ્રી સંઘની પ્રશંસા, ગુણાનુવાદ કરવાથી ૫. ભવાંતરમાં ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્યનું અનુષ્ઠાન જેણે કરેલું છે તેવા દેવોની પ્રશંસા
ગુણાનુવાદ કરવાથી જીવ સુલભબોધિ બને છે.
૯૨
સમકિત