________________
જે અંતિમ સમયે મિથ્યાત્વી છે, નિદાનથી યુકત છે, હિંસક છે. તેમને મૃત્યુ પછી બીજા જન્મમાં બોધિ- સમ્યગદર્શન મળવું ઘણું જ દુર્લભ છે.
આ સિવાય જે વ્યક્તિ સમ્યગદર્શન મેળવીને પાછું ગુમાવી દે છે તેને પણ ફરી સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે.
મનુષ્ય જન્મ મેળવીને પણ જે સંયમમાં નથી રહેતો તે સમાધિયોગથી ભ્રષ્ટ થઈ જાય છે. તેવા જીવો કામ -ભોગમાં સમ્યગ્દર્શન વગર આસકત થઈને લાંબાકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમને પણ સમ્યગદર્શન મળવું અતિ દુર્લભ છે. વળી જે જીવ મુત્યુના સમયે કૃષ્ણલેશ્યાથી યુકત હોય છે. તેને પણ બીજા ભવમાં સમ્બોધિ સમ્યગદર્શન દુર્લભ છે (ઉ. સૂત્ર અ. ૩૬/૨૫૯) અર્થ એ કે એકવાર અવસર ચૂકી જવાય પછી ફરી તેને સમ્બોધિ પ્રાપ્ત થવી સુલભ નથી માટે ભગવાન ઋષભદેવ પોતાના ૯૮ પુત્રને કહે છે કે,
"संबुज्झह किं न बुज्झह, संबोहि खलु पेच्च दुल्लहाप नो हूवणमंति राइओ, नो सुलभं पुणरावि जीवियंल" - સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૧.૨.૧.૧ (પાનું ૧૧૧, લેખકઃ યુવાચાર્ય મધુકરમુનિ, પ્રકાશકઃ આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૨)
હે ભવ્ય જીવો! તમે બોધ પ્રાપ્ત કરો, કેમ કરતા નથી? જે રાત્રિઓ પસાર થઈ જાય છે. તે પાછી આવતી નથી અને વળી સંયમી જીવન ફરી મળવું સુલભ નથી.
તેનું કારણ શું?
સમ્બોધિ ન મળવાનું કારણ
અથવા સમ્બોધિ મળવી દુર્લભ છે. તેના કોઈ ને કોઈ કારણ અવશ્ય હોવાં જોઇએ, શાસ્ત્રમાં એવાં વાકય પણ મળે છે
“વોદિરોફ સુલુ તેરસ - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૧.૮.૧૫ (પાનું ૧૪૮, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯)
સમકિત
૯૧.