________________
મનુષ્ય શરીર મળી જવાથી શું થયું? તેના પછી સમ્યકત્વ પ્રાપ્ત કરવું તો હજુ ઘણું દૂર છે. ઘણા લોકો મનુષ્ય શરીર મેળવીને પણ મિથ્યાદદષ્ટિજ બની રહીને પાપ કર્મ કરતા રહે છે. મનુષ્યજન્મ તો મેળવ્યો પરંતુ આર્યદેશ મેળવવો પણ મુશ્કેલ છે, ત્યારબાદ ઊંચા કૂળમાં આવી જાય તો પણ રાત-દિવસ કમાવવું, ખાવું, મોટી માયાના ચકકરમાં ફસાઇ રહેવું, ધન ભેગું કરવું આ બધા કામોમાંથી નીકળીને સાધુસંગતિ, ધર્મશ્રવણ, ધર્મને અભિમુખ થવું તે તો ઘણું પ્રબળ ભાગ્ય હોય તો જ બને છે.
મનુષ્ય શરીર અને ધન મળી ગયા પછી પણ ઘણા લોકો રાત-દિવસ બીમાર રહે છે. રોગી અને પરાધીન રહેવાવાળા મનુષ્ય પણ ઉત્તમ સ્વભાવ, મનુષ્યત્વ અને નૈતિકતાને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? કદાચ પુણ્યયોગથી પ્રાપ્ત કરી લે તો પણ નૈતિકતાનું શરીરથી આચરણ કરવું અતિ દુર્લભ છે.
ઘણા લોકો આજે ધર્મશ્રવણ અને સાધુસત્સંગ મેળવી ને પણ અંધવિશ્વાસ અને વિપરીત માર્ગ ઉપર ચાલે છે તે પોતાની વિવેકબુદ્ધિ ઉપર તાળું લગાવીને તત્ત્વશ્રદ્ધાનથી વંચિત રહે છે. માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે.
"आहच्चसवणं लद्धं सद्धा परमदुल्लहाप सोच्चा नेयाउयं मग्गं, बहवे परिभस्सइं ल" . - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૧.૩.૯ (પાનું ૭૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯)
કદાચ ધર્મનું શ્રવણ થઈ પણ જાય તો પણ દેવ-ગુરુ, ધર્મ તથા જીવ આદિ તત્ત્વો ઉપર શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. ઘણા લોકો ન્યાયસંગત મોક્ષમાર્ગને સાભંળીને પણ મોહકર્મવશ તેનાથી ભ્રષ્ટ એટલે કે વિચલિત થઈ જાય છે.
આટલું પસાર કર્યા પછી પણ મિથ્યાત્વમાં રહેલા મનુષ્યને મૃત્યુ પછી બીજા જન્મોમાં સમ્યગ્ગદર્શન મળવું નીચેની ગાથામાં દુર્લભ બતાવ્યું છે.
"मिच्छा दंसणरत्ता सनियाणा उ हिंसगाप इअ जे मरंति जीवा तेसिं पुण दुल्लहा बोहिल" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૩૬.૨પ૬ (પાનું ૪૪૪, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯). ૯૦
સમકિત