________________
જ્યાં સુધી સાધક છદ્મસ્થ અવસ્થામાં હોય છે ત્યાં સુધી તેના માટે રાગાદિ દોષમુક્ત પૂર્ણ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરવી સંભવ હોતી નથી. સત્યનો પૂર્ણ પ્રકાશ હોવો ખૂબ મુશ્કેલ હોય છે. આમ હોવા છતાં પણ આચારાંગ સૂત્રમાં એક તથ્ય સ્પષ્ટરૂપે બતાવ્યું છે કે “એક પરોક્ષ-જ્ઞાની સરલાત્મા, જિજ્ઞાસુ સમ્યગદૃષ્ટિસાધક હોય, તેનો અધ્યવસાય અને હૃદય શુદ્ધ તથા સત્યાગ્રાહી હોય, તેની દૃષ્ટિ મધ્યસ્થ તથા નિષ્પક્ષ હોય, તે વ્યવહારથી કોઈપણ વસ્તુ કે વ્યક્તિના સંબંધ બરાબર રીતે તપાસ અને ચોક્સાઈ કરે અને પછી તે વસ્તુ કે વ્યક્તિને સમ્યક્ માને તો તે સમ્યગ જ ગણાય છે. પછી ભલે પ્રત્યક્ષ જ્ઞાનીઓની નજરમાં તે ચાહે સમ્યક હોય કે અસમ્યક હોય.”
ફક્ત જરૂરી એ છે કે આવી વ્યક્તિ પૂર્ણ જ્ઞાની કે વીતરાગ ન હોવા છતાં પણ પૂર્ણ વીતરાગિતાના માર્ગને જાણે તેના ઉપર ચાલે અને તે માર્ગનો પાક્કો વિશ્વાસ રાખે ત્યારે આવા વ્યક્તિની સમજને સમ્યક મનાય છે.
ટૂંકમાં સમજીએ તો સમ્યગ્દષ્ટિની નજર સત્ય કે અસત્ય જ્ઞાનને પણ સમ્યગ્રજ્ઞાન બનાવી દે છે. કારણ કે તે એનો ઉપયોગ પ્રાણીહિત માટે અને કલ્યાણપથનો નિર્ણય કરવા માટે કરે છે.
આ જ કારણે જોઈએ તો જ્ઞાનનું મૂલ્ય સમ્યક્ તથા દેઢ શ્રદ્ધાના કારણે જ છે, અને આ સાચી શ્રદ્ધાનું નામ જ સમ્યગદર્શન છે. સમ્યગ્દર્શનની વ્યાખ્યા જુદા જુદા ગ્રંથોમાં જુદી રીતે બતાવી છે. કોઈ આગમ કે ગ્રંથમાં જીવાદિ ૯ તત્ત્વો અથવા તો ૭ તત્ત્વો ઉપરની શ્રદ્ધાને સમ્યગદર્શન કહ્યું છે. કોઈ ગ્રંથમાં આમ, આગમ, તત્ત્વ અને ધર્મ ઉપરની શ્રદ્ધાને સમ્યગદર્શન બતાવ્યું છે. બીજામાં દેવ, ગુરુ અને ધર્મ ઉપરની શ્રદ્ધાને સમ્યકત્વ બતાવ્યું છે. તો કોઈ ગ્રંથમાં સ્વાનુભૂતિને અને કોઈમાં સ્વ-પર ભેદવિજ્ઞાનને, કોઈનામાં આત્મા ઉપર દઢ શ્રદ્ધાનું કે રુચિને અને કોઈમાં સ્વરૂપ શ્રદ્ધાનને સમ્યગ્રદર્શન કર્યું છે. લક્ષણ, ભાષા, વ્યાખ્યા જુદાં જુદાં હોવા છતાં પણ આ બધામાં ખાલી શબ્દનો ભેદ છે. આ બધાનું લક્ષ્ય તો એક જ છે. આત્માને અજીવથી અલગ સમજીને તેના ઉપર દઢ શ્રદ્ધા અને પ્રતીતિ કરવી, તેથી તે કર્મબંધનોથી મુકત બની મોક્ષ પ્રાપ્ત કરી શકે. કારણ કે સમ્યગ્દર્શન તે મોક્ષનું સાધન છે. અને મોક્ષ આત્માનો થાય છે. તેથી સમ્યગ્દર્શન આત્માનો ધર્મ થાય છે. તે કોઈ શરીરાદિ કોઈ જડનો ધર્મ નથી, અને ન તો કોઈ પંથ, સંપ્રદાય કે મતનો ધર્મ છે.
૬૮
સમકિત