________________
પણ જ્યારે જ્યારે સમ્યગ્રદર્શનને આત્મધર્મ ન રાખીને કોઈ સંપ્રદાય કે પંથનો ધર્મ બનાવીએ છીએ ત્યારે તે આત્મલક્ષી ન રહીને પંથલક્ષી કે રુઢિલક્ષી થઈ જાય છે અને પછી આત્મા પોતાના સત્ય કરતા પંથના સત્યને માનવા લાગી જાય છે. તે પછી સત્ય અને આત્મહિતલક્ષી વ્યાખ્યા અને ભાવનાઓને સ્વીકાર કરતો નથી.
એક જૈન આચાર્યએ કહ્યું છે કેઃ
"सेयंबरो वा आसंबरो वा बुद्धो वा तह य अण्णो वा । समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो ॥" - સમ્યગદર્શન; (પાનું ૨૯૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧).
શ્વેતાંબર હોય કે દિગંબર હોય, બૌદ્ધ હોય અથવા તો કોઈપણ ધર્મના અનુયાયી હોય, જેનો આત્મા સમભાવથી ભાવિત છે તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. તેમાં કોઈ સંદેહ નથી.
એક બીજા આચાર્યએ કહ્યાં છે કેઃ
"संघो कोवि न तारई, कट्ठो मूलो तहेव णिप्पिच्छो । મMા તાર મMા, તન્હીં કMા વિ સાદિ ' - સમ્યગદર્શન; (પાનું ૨૯૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશક: દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
કોઈપણ સંઘ કે સંપ્રદાય આત્માને તારી (મુક્ત) નથી શકતો ભલે પછી તે કાષ્ઠાસંઘ હોય કે મૂળસંઘ હોય, કે નિષ્પિચ્છ હોય, આત્મા (સમ્યગદર્શન આદિ ગુણોથી) જ પોતાને તારે છે. (મુક્તિ પમાડે છે.) તેથી આત્માની શ્રદ્ધા અને પ્રતીતિ કરો.
સમ્યકત્વ કોઈ આપવાની વસ્તુ નથી. અને પરંપરાને ઉત્તરાધિકારથી પ્રાપ્ત થવાવાળી વસ્તુ પણ નથી. ભગવાન મહાવીરે આત્મા-પરમાત્મા, બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર આદિ તત્ત્વોનું અને સભ્યત્વના સ્વરૂપનું નિરૂપણ ચોક્કસ કર્યુ છે. પણ તેમણે કોઈને સમ્યકત્વ કે સામાયિક આદિ આધ્યાત્મિક વિકાસની વસ્તુ આપી હોય તેવું કદી બન્યું નથી. તેઓ વ્યવહારદષ્ટિથી સાધુ-શ્રાવકના વ્રતોના સાક્ષીરૂપથી દાતા ચોક્કસ રહે છે. પરંતુ સમ્યગ્રદર્શનના દાતા ક્યારે પણ નહીં. કારણ કે સમ્યગ્ગદર્શન તો આત્મજ્યોતિ છે, અંતરની શ્રદ્ધા છે. તે જ્યોતિ ગુરુના સમકિત
૬૯