________________
ઉપદેશના નિમિત્ત માત્રથી પ્રગટી શકે ખરી, પણ તે પ્રગટ તો અંદર આત્મામાં જ થાય છે.
તેથી સમ્યષ્ટિ તે એવી દૃષ્ટિ છે, જે આપી શકાતી નથી. સ્વયં ખૂલી જાય છે. નિમિત્ત કંઈપણ બહારનું હોઈ શકે.
‘‘સમ્યગ્દષ્ટિ તે એક કળા છે, આ કળા જેને પ્રાપ્ત થઈ ગઈ તે કોઈપણ સંપ્રદાય, પંથ, પરંપરા, દેશ કે વેષમાં હોય, તે સત્યને ઓળખી જશે, નિઃસંકોચ સ્વીકાર કરશે, અને જગતમાં, જળમાં કમળની જેમ નિર્લેપ, શાંત અને પ્રસન્ન જીવન જીવશે.''
૭૦
સમકિત