________________
૨ સમ્યગ્દર્શનઃ ગહન (એડવાન્સ) અભ્યાસ
૨.૧ઃ મોક્ષનું સાધન ‘‘રત્નત્રય’’
આગળ જેમ સમજ્યા એ પ્રમાણે આપણે માનશું કે આત્માનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. તે પામવાનો માર્ગ પણ છે. અને તેને ‘જૈન દર્શન” કહીએ છીએ. પ્રશ્ન એ ઊભો થાય છે કે કયાં સાધનો જોડે તે માર્ગ ઉપર ચાલવાથી આપણને મોક્ષ પ્રાપ્ત થશે? કોઈ પણ કાર્ય આપણે કરીએ, મોટું કે નાનું, તેમાં સફળતા ત્યારે જ મળે જ્યારે તે યોગ્ય સાધનો જોડે કરીયે. અને કોઈ પણ કાર્ય હાથમાં લઇએ ત્યારે તેના માટેના યોગ્ય સાધનોનું જ્ઞાન અવશ્ય મેળવીએ છીએ, તો જ તેમાં સફળતા મળે છે. આમ સંસારના નાના મોટા કાર્ય સંપૂર્ણ કરવામાં પણ યોગ્ય સાધનોની જરૂર હોય છે, તો મોક્ષ પામવા જેવાં વિરાટ કાર્ય માટે તો ખૂબ જ સાવધાનીથી અને ગંભીરતાથી અવશ્ય વિચાર કરીશું.
દરેક આત્મામાં અનંત શક્તિ છે પણ કર્મોના ભારથી તે દબાયેલી છે. આ જ શક્તિ આપણને મોક્ષ પમાડશે, અને આ શક્તિની જાગૃતિ માટે જે સાધન જોડે સાધના કરવી પડે તે જરૂરી છે. જેમ નાનકડા બીજમાં વૃક્ષ બનવાની તાકાત છે. પણ તેને અનુકૂળ હવા, પાણી, માટી, પ્રકાશ આદિ સાધનોની જરૂરિયાત છે. તેમ આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય જેવી શક્તિ સમાયેલી છે, અને તેને સાધના જોડે બહાર લાવી શકાય છે. આ સમજણ ઘણા આત્માને થાય છે, કે સિદ્ધિ પામવા માટે સાધકને (પોતે) સાધ્ય અને સાધનની જરૂરિયાત છે. પણ તે સાધ્ય અને સાધન વચ્ચે ઘણીવાર ભૂલ કરે છે અને તેથી મુક્તિ પામી શક્તા નથી. ઘણાં જણ સાધ્ય પકડી લે છે પણ સાધનામાં ભૂલ કરે છે. ઘણાં જણ સાધન પકડે છે પણ સાધ્યની બાબતમાં ભૂલ કરતા હોય છે. આ બંને પ્રકારના સાધકને મુક્તિ મળતી નથી.
દાખલાથી સમજીએ તો એક સાધકને મોક્ષ (સાધ્ય) પામવો છે. પણ તે હવન અને યશો કરે, બિલ ચડાવે (સાધન), અને માને કે મોક્ષની પ્રાપ્તિ થશે. તો તે કદાપિ બનવાનું નથી. તે સંસારના ચક્રોમાં ફરતો જ રહેવાનો છે. અને બીજી બાજુ બીજા સાધકે દીક્ષા લીધી, ચારિત્ર્ય શુદ્ધ રીતે પાળે (સાધન) છે. પણ તેનું લક્ષ્ય (સાધ્ય) મોક્ષનું હોતું નથી. તે સંસારના સુખ અને દેવોના સુખો માટેની જ આકાંક્ષા રાખે છે. તો તેને પણ કદાપિ મુક્તિ પ્રાપ્ત થવાની નથી. આ રીત સાધકને સાધ્ય અને સાધન બંન્નેની સાચી સમજણની જરૂર છે. કોઈપણ સાધકને ખુબ જ ઊંચા પ્રકારની સાધના કરવી હોય તો પહેલા એ નક્કી કરવું કે એ શું સાધવા કરે છે? સમકિત
૭૧