________________
અને પછી ખૂબ જ સમજણ પૂર્વકથી તે યોગ્ય સાધનથી કરશે તો મોક્ષને પામશે. જૈનદર્શનના ચિંતકોને આધ્યાત્મિક યાત્રિઓ માટે સાધ્ય મોક્ષ બતાવ્યો છે. અને રત્નત્રય ધર્મને તેના સાધન રૂપે કહ્યું છે. આ જ વાત આચાર્ય ઉમાસ્વાતિ એ તત્ત્વાર્થ સૂત્રમાં કહી છે.
‘સમ્યાવર્શન-જ્ઞાન-ચારિત્રાળિ મોક્ષમાર્ગ:''
- આચાર્ય ઉમાસ્વાતી “તત્ત્વાર્થસૂત્ર”; ગાથા ૧.૦૧ (પાનું ૪, લેખકઃ પંડિત સુખલાલજી, પ્રકાશકઃ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (ગુજરાત), વર્ષ ૧૯૩૦, ૧લું સંસ્કરણ)
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યચારિત્ર આ ત્રણ ભેગા થઈ મોક્ષમાર્ગ બને છે.
પૂર્વે જેટલા પણ તીર્થંકરો, ગણધરો અને આચાર્ય થઈ ગયા તેમણે મોક્ષ સાધ્યની સિદ્ધિ માટે આ રત્નત્રયની વાત કરી છે. માત્ર વાત નહીં પણ તેઓએ સ્વયં આ જ રત્નત્રયનું આચરણ કર્યું છે. અને ભવિષ્યમાં પણ આ જ ઉપદેશ અપાશે. આ જ રત્નત્રયને આચાર્યોએ ધર્મની વ્યાખ્યા આપી છે. સંસારના પરિભ્રમણ અને જન્મમરણના ચક્રથી છુટકારો આ જ રત્નત્રય અપાવી શકશે. આચાર્ય સમન્તભદ્રએ આ ત્રણને ધર્મ બતાવતા કહ્યું છે કેઃ
"सद्दृष्टिज्ञानवृत्तानि धर्मं धर्मेश्वरा विदुः ।
यदीय प्रत्यनीकानी भवन्ति भवपद्धतिः ॥"
રત્નકરેંડકશ્રાવકાચાર; ગાથા ૧.૩ (પાનું ૬, લેખકઃ આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬, ૨ સંસ્કરણ)
અર્થઃ
-
ધર્મનાયક તીર્થંકર ભગવાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર, આ ત્રણને ધર્મ કહ્યો છે, તેનાથી વિપરીત (ઊલટું) મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને સંસાર પરિભ્રમણનો માર્ગ બતાવ્યો છે.
પ્રશ્ન એ થાય કે આ રત્નત્રયનો ખજાનો આપણી અંદર છે, તો મનુષ્ય આટલા બધા દુ:ખી અને મનથી ગરીબ કેમ છે? જવાબ એ છે કે આ ખજાનો પોતાની અંદર છે તે ઘણા ઓછાઓને ખબર છે. અને તેનાથી પણ ઓછાઓ એવા છે કે તેને ખબર નથી કે આ ખજાનાને બહાર કેવી રીતે કાઢી શકાય. આ રત્નત્રયની સમજણ અને જ્ઞાન ન હોવાને કારણે ઘણા આત્મા મોક્ષ પામવાની ઈચ્છા રાખતા હોવા છતાં પણ ખોટા રસ્તે નીકળી પડે છે.
૭૨
સમકિત