________________
સાધનાકાળમાં રત્નત્રયની સાધના માટે સમ્યગ્દષ્ટિનું નિર્દોષ અને શુદ્ધ હોવું અને રાગ-દ્વેષ રહિત હોવું તેવું આવશ્યક નથી, પણ તેમાં એટલું હોવું જરૂરી છે અને આવશ્યક છે કે વ્યક્તિ પૂર્ણ નિર્દોષ સમ્યગ્દર્શનના સ્વરૂપને બરાબર સમજે અને યથાર્થ તત્ત્વો ઉપર તેની આત્મલક્ષી દૃઢ શ્રદ્ધા હોય. તેની જોડે તે સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનનાં કારણોને બરાબર જાણતો હોય. અને તે સમજણથી મિથ્યાદષ્ટિના કારણોથી બચે અને સમ્યગ્દર્શનને સુરક્ષિત રાખે. આવી વ્યક્તિ ગૃહસ્થ સાધક હોય કે નિગ્રંથ સાધક હોય અને રાગદ્વેષના દોષોથી વિમુક્ત સમ્યગ્દર્શન પ્રાપ્ત ન હોય છતાં પણ તે સમ્યગ્દષ્ટિકહેવાય છે. કારણ કે તે સત્ય શું છે અને અસત્ય શું છે તેને બરાબર જાણે છે, માને છે અને તેનાં કારણોને પણ બરાબર જાણે અને માને છે.
આ સમજણથી વિપરીત ધારો કે સમ્યગ્દર્શનની પૂર્ણતા અને નિર્દોષતા વગર આત્માનો વિકાસ થવો સંભવ ન હોત, તો જૈન સિદ્ધાંત ચોથા ગુણસ્થાનકથી દસમાં ગુણસ્થાનક સુધી આત્માને સભ્યચ્છિષ્ટ બતાવત નહીં. અને જો આ વાત આમ જ હોત તો આત્માની રત્નત્રયમાં કોઈ વિકાસ થવાની સંભાવના જ ન હોત.
સાચો સિદ્ધાંત એમ માને છે કે જ્યારે પણ આત્માને સમ્યગ્દર્શન થાય છે ત્યારે રાગદ્વેષની હાજરીમાં એવી ખોટી પ્રવૃત્તિઓ થઈ જાય છે કે તેને દોષ લાગે છે. તેને જિન વચન ઉપર શંકા પણ થાય છે પણ સમ્યગ્દર્શનની હાજરીમાં તેને પોતાની મેળે અથવા કોઈ નિમિત્તથી અથવા કોઈના સમજાવવાથી તેને ખબર પડી જાય છે કે તેની દૃષ્ટિને અશુદ્ધ કરવાવાળા અમુક દોષ ઉત્પન્ન થયા છે. અને તેનાં કારણો અમુક છે. આમ સત્ય વાત ઉપર તેની શ્રદ્ધા અને રુચિ તેને સત્ય અને યથાર્થ દર્શન પ્રાપ્ત કરાવી આપે છે. જેમ જેમ તેનું સમ્યગ્દર્શન વિશુદ્ધ અને નિર્મળ થાય છે. તેમ તેમ તેટલા અંશે તેનું જ્ઞાન અને ચારિત્રના અંશે અંશે શુદ્ધતાથી ઉત્તરોત્તર તેના રાગ અને દ્વેષ વિકારો પણ ઓછા થતા જાય છે. તેના ફળે તેની દષ્ટિ અને દર્શનમાં વધારે નિર્મળતા અને નિર્દોષતા આવે છે. આ પ્રકારે રત્નત્રયના શુદ્ધતાના ચક્રમાં ફરતો ફરતો સાધક પોતાની ચરમ સ્થિતિ એટલે કે ૧૨, ૧૩ અને ૧૪મા ગુણસ્થાનક પર પહોંચી જાય છે.
આવશ્યક નિર્યુક્તિમાં બતાવ્યું છે કેઃ
પાણી જેમ જેમ સ્વચ્છ થાય છે તેમ તેમ દર્શક તેમાં પોતાનું પ્રતિબિંબ વધારે સ્પષ્ટ જોઈ શકે છે. એ જ પ્રમાણે વ્યક્તિના અંતરમાં જેમ જેમ રાગાદિ મલિનતા ઓછી થતી જાય છે તેમ તેમ તે શુદ્ધ થાય છે અને વ્યક્તિ પોતાના (આત્મા) ગુણોને વધારે અનુભવ કરતો થાય છે. તેની તત્ત્વરુચિ વધારે ને વધારે જાગૃત્ત થાય છે, અને તેનાથી તત્ત્વજ્ઞાન વધારે પ્રાપ્ત થાય છે. સમકિત
૬૭