________________
સમ્યગ્દર્શન માટે દેવ, ગુરુ અને ધર્મના પ્રતિ શ્રદ્ધા અને દર્શન તો જરૂરી છે જ, પણ તે નિમિત્ત પૂરતા જ. મુખ્ય વસ્તુ છે “આત્મદર્શનથથ. જ્યારે પ્રાણીમાત્રના પ્રતિ વ્યક્તિની દૃષ્ટિ“સ્વ” થાય છે ત્યારે“સખસને મક્સિન છપ્પા ' પોતાના આત્માના સમાન છે કાયના જીવોને માને આ સૂત્ર અનુસાર જ્યારે વ્યક્તિની દૃષ્ટિ આત્મૌપજ્ય અથવા “ઝાત્મવત્ સર્વભૂતેષુ'' જેવી વૃત્તિ કે પ્રવૃત્તિ થઈ જાય ત્યારે સર્વનાં સુખ-દુઃખ તે મારાં સુખ-દુઃખ છે. એવી અનુભૂતિ કરે છે. આને જ “આત્મદષ્ટિ” અથવા આત્મદર્શન” કહેવાય છે. આ પ્રકારની આત્મદષ્ટિ જાગરણ થવાથી આત્માને બીજાની પીડા પોતાની પીડા લાગે છે. અને બીજાને દુઃખ પહોંચાડતો નથી. અને તે વૃત્તિ સમાપ્ત થઈ જાય છે. "तुमंसि नाम तं चेव जं हंतव्वं ति मनसि" તુ એ જ છે, જેને તુ મારવા માંગે છે. આ મંત્ર સમ્યગુદર્શનના આધારથી વ્યક્તિ હૃદયમાં સોનેરી અક્ષરથી લખી છે. આવી સ્થિ તિથી વ્યક્તિને કોઈ દુશ્મન રહેતો નથી અને કોઈ પરાયો રહેતો નથી.
ભગવંતે કહ્યું છે કે “જે માથા' આત્મા સર્વના એક જ છે. આ જ અખંડ આત્માની સ્પષ્ટ દર્શનદૃષ્ટિ છે, અદ્વૈત-ભાવના છે. સમ્યગદર્શનનો જ ચમત્કાર છે કે વ્યક્તિ પ્રાણીમાત્ર પ્રતિ આત્મદષ્ટિ પામી જાય છે. આનાથી પાપની વૃત્તિ આપોઆપ અટકી જાય છે.
સમ્યગદર્શનની પ્રથમ ભૂમિકા ચોથું ગુણસ્થાન છે. એના વગર આત્મા પાંચમા ગુણસ્થાનકે પહોંચી શકતો નથી. આનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી સમ્યગ્ગદર્શન દ્વારા સત્ય, અસત્ય, હેય-ઉપાદેય અને હિતાહિતનો વિવેક જાગૃત થતો નથી ત્યાં સુધી અહિંસા સત્ય અને બ્રહ્મચર્યની સાધના પણ થઈ શકતી નથી.
આત્માને વિભાજિત કરાવવાવાળું સંસારમાં કોઈ તત્ત્વ નથી. કોઈપણ દેહમાં, લિંગમાં, રંગમાં કે યોનિમાં આત્મા તેના અખંડ સ્વરૂપમાં જ વિરાજમાન છે. એક વ્યક્તિ ધર્માત્મા છે અને બીજી પાપી, એક મનુષ્ય છે બીજો પશુ, એક કાળો છે તો બીજો ગોરો-સમ્યગ્દષ્ટિ આ બધામાં ભેદ કરતો નથી. તે આત્મતત્ત્વની દૃષ્ટિથી બધાને જુએ છે. (નિશ્ચયનયની પારદર્શનની દૃષ્ટિથી) બધાને સમાન ગણે છે.
આર્દકકુમાર, ચંડકૌશિક, નંદીષેણ, અર્જુન માળી, મેઘકુમાર આદિ અનેક મહાપુરુષો થઈ ગયા જે પ્રકાશ પામી વળી પાછા મોહનીય કર્મોદયવશ થઈ મિથ્યાત્વના અંધકારમાં ચાલ્યા ગયા.
સમકિત
૨૩૭