________________
પરંતુ ભગવાન મહાવીરે તેમના તરફ ન કરી ધૃણા કે ન તો તેમને ઠુકરાવ્યા, તેમણે ફરીથી પ્રતિબોધ કરીને તેઓ સર્વેના આત્માઓને જગાડ્યા. ફરીથી તેઓમાં આત્મસ્વરૂપની ચેતન્યદૃષ્ટિની જ્યોત ઝગમગી ઊઠી.
સમ્યગ્દષ્ટિપણ આ પ્રકારે પતિત, ભ્રષ્ટ, પાપી અને દુરાચારી વ્યક્તિઓને જાણીને પણ તેમના તરફ ધૃણા કરતો નથી. અને તેને સંપૂર્ણ વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિઓ ફરીથી સુધરી શકશે કારણ છેલ્લે તો તેને ખબર છે કે સર્વે આત્મા સમાન છે અને દરેકમાં પ્રભુત્વ છુપાયેલું છે.
સમ્યગ્દષ્ટિની દૃઢ માન્યતા હોય છે કે કોઈપણ વ્યક્તિને પતિત કે નીચ કહે તો તે વ્યક્તિનું નહીં પણ તેના આત્માનું અપમાન છે. પરમાત્મા સમાન શુદ્ધ આત્માની ઉપેક્ષા છે. અવિનાશી આત્મા પ્રત્યે દઢ શ્રદ્ધા રાખે છે અને મનમાં અહિંસા, કરુણા અને દયાના વિચારો રૂરિત થતા હોય છે.
સમ્યગૃષ્ટિ ચૈતન્યના મૂળ સ્વભાવને પકડે છે, જે ધ્રુવ સત્ય છે. એને એક અખંડ ચૈતન્યના દર્શન જ થાય છે. આત્મતત્ત્વ બધા સમાન છે, સુખ અને દુઃખની અનુભૂતિ પ્રત્યેક આત્માની સરખી છે. જ્ઞાન અને દર્શનની નિર્મળ જ્યોતિ પણ પ્રત્યેક આત્મામાં સરખી છે. પાણી-પાણી મૂળ એક જ છે, પરંતુ અમુક પ્રકારના તત્ત્વો ભેગા થવાથી તેના જુદાં જુદાં રૂપ બને છે તેમજ આત્મા-આત્મા પણ મૂળ સરખા જ છે, તેમાં કોઈ ભેદ નથી, અમુક કર્મોના ઉદયથી તે આત્માઓમાં ભેદ દેખાય છે. અને તેથી જુદા દેખાય છે. આમ, સમ્યગૃષ્ટિ બાહા ભેદના આધારથી આંતરિક ભેદને માનતા નથી.
આચારાંગસૂત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે (શ્રુતસ્કંધ-૧, અ ૫, ૬)
ર ક્ષિ, નીર્ભે, રત્નદિ, ન હાનિદે, ન સુદિક્ષ... ર થી, ન પુરશે" - આચારાંગ સૂત્ર; ગાથા પ.૬ (પાનું ૧૧૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯) આત્માની દૃષ્ટિથી સંસારના દરેક જીવ સમાન છે, સમરૂપ છે, સમચૈતન્ય છે. રંગભેદ, લિંગભેદ, વર્ણભેદ, આદિ સર્વે ભેદ માટીના છે, આત્માના નથી. કાળા, ગોરા, સ્ત્રી, પુરુષ, ગૃહસ્થ આ બધા મૂળ રૂપમાં આત્મા જ છે. સમ્યગ્ગદર્શન દ્વારા આ પ્રકારની શુદ્ધ આત્મદષ્ટિ વિકસિત થ વાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વિકલ્પ બુદ્ધિ અથવા તો ભેદ બુદ્ધિ હશે ત્યાં સુધી મોક્ષ થશે નહીં. ૨૩૮
સમકિત