________________
સમ્યગ્દષ્ટિના જ્ઞાનચક્ષુ સમ્યગ્રદર્શનથી ખૂલી જાય છે.
નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિ પણ આત્માના સ્વરૂપથી અલગ છે. તે ગતિઓ કર્મના ઉદયજનિત છે. અને તે બધી ગતિઓ વિનાશી છે. મારું સ્વરૂપ તો જ્ઞાતા-દષ્ટ છે અને અવિનાશી છે. આ પ્રકારનું ભેદવિજ્ઞાનનું ચિંતન સમ્યગ્દર્શનના પ્રભાવથી આવે છે. આમ સમ્યગદૃષ્ટિઆત્મા પરમાત્મ તત્ત્વના ગુણોને જાણી શકે છે અને વિશ્વાસપૂર્વક એના તરફ ગતિ કરે છે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં આત્મવિશ્વાસ અને પોતાની આત્મશક્તિઓ ઉપર દઢ આસ્થા જ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. એના જ સહારે આગળ જ્ઞાન, ચારિત્ર અને તપની સાધના થઈ શકે છે. આ આત્મવિશ્વાસ જાગે છે સમ્યગ્ગદર્શનથી. આમ, આત્મ વિશ્વાસની જ્યોત ચમકવાથી સમ્યગ્દષ્ટિ બહાર કશે ભટકતો નથી, પુદગલો કે શરીરાદિ જડ પદાર્થો અને ઈન્દ્રિય-વિષયો, મન-કલ્પિત સંસારિક સુખ સુવિધાઓ ધન તેમજ ભૌતિક વસ્તુઓનો ગુલામ બનતો નથી.
ભગવાન મહાવીરે પોતાનો અપકાર કરવાવાળા ગોશાલકજીના પ્રતિ પણ ગુણદૃષ્ટિ રાખી અને ગૌતમસ્વામીને કહ્યું છે કે “ગૌતમ, તું આના બાહા આવરણ અને રૂપને જોઈ રહ્યો છે, પણ તું એના આત્માને જો, એના આત્મામાં પણ એ જ શક્તિ છે જે મારા આત્મામાં છે. આ પણ એક દિવસ મારી જેમ શુદ્ધ, બુદ્ધ અને મુક્તિપદને પ્રાપ્ત કરશે. જે જ્યોતિ તને મારામાં દેખાય છે એજ જ્યોતિ ગોપાલકમાં પણ છે, પણ તે હમણાં સુષુપ્ત છે.”
આમ, ભગવાને આપણને બોધ આપ્યો કે નામ-રૂપ અને ઉપરનું આવરણને ચીરીને અંદરની
જ્યોતને જુઓ તો દરેક વ્યક્તિમાં ગુણ જ દેખાશે. સમ્યગૃષ્ટિથી ગુણાનુરાગ અને ગુણદર્શનની વૃત્તિ જાગૃત થઈ જાય છે. એ હંમેશા ગુણદૃષ્ટિથી જ મનુષ્યને દેખે છે. એટલે એને કોઈના પર રાગ કે દ્વેષ ભાવ થતો નથી. ઉપરથી સમ્યગ્દષ્ટિનું જોર સ્વભાવદૃષ્ટિ ઉપર હોય છે તેથી તેની દરેક પ્રવૃત્તિ નિર્જરાનું કારણ બને છે.
કર્મયોગી શ્રીકૃષ્ણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા. એમની દૃષ્ટિથી દુર્ગુણોને ન દેખતા, સદા ગુણોને જ દેખતા. એકવાર એમની સવારી દ્વારિકા નગરીની વચ્ચેથી જઈ રહી હતી ત્યારે એક દેવે એમના સમ્યગ્રદર્શનની પરીક્ષા લેવા માટે એક સડી ગયેલા કૂતરાનું મૃત શરીર રસ્તામાં મૂક્યું. તે શરીરમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી. એમની સવારીની આગળ ચાલતા સૈન્ય અને અંગરક્ષકોથી આ અસહ્ય દુર્ગધ સહન ન થતાં નાક ઉપર કપડું લગાવી દીધું અને ચીડાઈને બબડતા આગળ વધ્યા. સમકિત
૨૩૯