________________
તેની ખબર પડવા છતાં પણ પોતે શાંત, સ્વસ્થ અને પ્રસન્ન રહ્યા. સમ્યગુદૃષ્ટિની ઉપલબ્ધિ વગર આત્મામાં કઈ રીતે આટલી શાંતિ, સમતા અને પ્રસન્નતા આવી શકે? તેમના ચહેરા ઉપર ક્રોધ કે દ્વેષની એક પણ રેખા દેખાઈ નહીં અને નહીં મનમાં વેરની ભાવના આવી. તેમનો આત્મા પહેલા મોહના અંધકારમાં પડ્યો હતો તે કેશીકુમાર શ્રમણના પાસે જ્ઞાન અને આત્માના શુદ્ધ સ્વરૂપની સમજણ પામી સમ્યગદર્શન પામ્યો અને આ જ સમ્યગદર્શનના પ્રતાપે તેઓ શાંતિ, સમતા અને પ્રસન્નતા જેવા ગુણોમાં સ્થિર થયા. આ ચમત્કાર સમ્યગદર્શનનો જ છે. જેના કારણે મોહમાયાના પ્રગાઢ અંધકારમાં ભટકતા પાપાત્માથી ધર્માત્મા બની શકાય છે. સમ્યગૃષ્ટિ અને સમ્યકબોધ પ્રાપ્ત કરી રાજા પરદેશીનું પૂર્વ પાપમય જીવન એકદમ બદલાઈ જાય છે. સમ્યગદર્શનના પ્રભાવથી આત્મા નવા કર્મો બાંધતો નથી. અને ઉપરથી જૂનાં બાંધેલાં કર્મોનો ક્ષય કરે છે. ચારિત્ર પાહુડમાં સમ્યગદૃષ્ટિની વિશેષતાનું વર્ણન કરતા કહ્યું છે કે – "संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमत्ताणं । समत्तमणुचरंता करंति दुक्खक्खयं धीरा ॥" - ચારિત્ર પાહુડ; ગાથા ૧૯, (પાનું ૬૮, લેખકઃ આચાર્ય કુંદકુંદ, શાંતીનગર જૈન સિદ્ધાંત પ્રકાશીની સંસ્થા, (શાંતિવીર નગર) મહાવીરજી, (રાજસ્થાન). વર્ષ વિ.સં. ૨૪૯૪) સમ્યત્વનું પાલન કરવાવાળા ધીર વીર યોગેશ્વર કર્મોની સંખ્યાત ગુણી નિર્જરા કરે છે અને ચારિત્રનું પાલન કરવાવાળા ધીર વીર યોગેશ્વર કર્મોની અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. આ નિર્જરા પછી દુઃખોનો ક્ષય કરે છે. સંખ્યાત ગુણી નિર્જરા સરસવના દાણા બરાબર છે. અને અસંખ્યાત ગુણી નિર્જરા મેરુ પર્વતના બરાબર છે. જૈનદર્શન કહે છે કે આત્મા પોતાની અજ્ઞાનદશા કે મોહાવસ્થામાં ભલે ગમે તેટલી ભયંકર ભૂલો કરે પણ સમ્યગ્ગદર્શનનો જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તે સમગ્ર અંધકારને છિન્ન ભિન્ન કરે છે. સમ્યગ્ગદર્શનથી આત્માને પોતાનામાં વિશ્વાસ થઈ જાય છે, અને તેને ગ્લાનિ કે આત્મહીનતા સમાપ્ત થઈ જાય છે. સાચા હૃદયથી પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત કરીને આત્માને શુદ્ધ બનાવે છે. આજ સમ્યગદર્શન તેને આશ્વાસન આપે છે કે. “હે આત્મા, તારી ભૂલો પર વિલાપ કરી અને રોઈને મનમાં દુઃખી થઈને કંઈ લાભ થવાનો નથી. તું તારી ભૂલોની કબૂલાત કરી પ્રાયશ્ચિત કર અને પોતાના શુદ્ધ સ્વરૂપને ઉપલબ્ધ કર અને એનામાં જ રમણ કર.” ૨૩૬
સમકિત