________________
‘‘અરિહંતો મહલેવો, ખાવîીવ મુસાદુળો ગુરુનો
जिण पण्णत्तं तत्तं, इय सम्मत्तं मए गहिअं" ॥
ગુણસ્થાનક મોક્ષનાસોપાન; (પાનું ૭૪, લેખકઃ ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયા પુરી જૈન સમિતિ, (નવરંગપુરા) અમદાવાદ, (ગુજરાત) વર્ષ ૨૦૧૦)
અર્થઃ અરિહંત દેવ, સુસાધુ અને જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વ (ધર્મ)ની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વનો યાવત્ (સમગ્ર) જીવન માટે સ્વીકાર કરું છું.
સમ્યગ્દર્શનનું ફળઃ
સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આધ્યાત્મિક તેમ જ વ્યાવહારિક ફળ મળે છે. ૧) ભવના કારણરૂપ મિથ્યાત્વનો નાશ થાય છે.
૨) તે જીવ પરિત્તસંસારી (સંસારકાળ મર્યાદિત) બને છે.
૩) તે જીવ તે જ ભવમાં જઘન્ય અંતર્મુહૂર્તમાં, ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષને પામે છે.
૪) તે જીવમાં ઉત્તરોત્તર જ્ઞાન, દર્શનચારિત્રની વૃદ્ધિ થાય છે. આ આધ્યાત્મિક ફળ છે. સમ્યગ્દષ્ટિમનુષ્ય, અને તિર્યંચ તેઓ વૈમાનિક દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતા નથી. સમ્યગ્દષ્ટિનારકી કે દેવ તેઓ મનુષ્ય ગતિનું જ આયુષ્ય બાંધે છે. (અહીં આયુષ્યના બંધ વખતે સમ્યગ્દર્શન હોવું જોઈએ.) આ તેનું વ્યાવહારિક ફળ છે.
સમકિત પ્રાપ્ત થયા પહેલાં જો પરભવના આયુષ્યનો બંધ કર્યો ન હોય તો તે જીવ નીચેના ૭ બોલ બાંધે નહિ.
૧) નરકનું આયુષ્ય ૨) તિર્યંચનું આયુષ્ય ૩) ભવનપતિનું આયુષ્ય ૪) વાણવ્યંતરનું આયુષ્ય ૫) જયોતિષિનું આયુષ્ય ૬) સ્ત્રીવેદ ૭) નપુંસકવેદ. પરંતુ જો પહેલાં તેવું આયુષ્ય બાંધેલું હોય તો તે ભોગવવું જ પડે છે.
સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવમાં થતું પરિવર્તનઃ
સમ્યગ્દર્શનનો સ્પર્શ થતાં જીવને અનિર્વચનીય (ન કહી શકાય એવો) આત્મિક આનંદની
સમકિત
૨૦૩