________________
સમ્યગૃષ્ટિને એ બરાબર ખબર હોય છે કે દરેક આત્મા સમાન છે. દરેક આત્મામાં પ્રભુતા છે અને પ્રભુ બનવાની તાકાત છે. આ સમજણપૂર્વક સમ્યગ્દષ્ટિ આવા પ્રસંગે સમતાભાવ રાખે છે. તેને એ પણ ખબર છે કે પુદ્ગલનો સ્વભાવ છે કે તે પુરણ ગલન થવાનું છે. આજે જે પુદગલ ફૂલદાનીમાં છે તે કાલે તૂટીને બીજી વસ્તુ બનશે. એટલે આ પુદ્ગલ માટે કરીને જે આત્મા છે, જે અવિનાશી છે તેને દુઃખ આપવું નથી. આ કારણે જ્યારે નોકરાણીના છોકરાથી ફૂલદાની તૂટી જાય છે તો તે ગુસ્સો કરવા કરતાં સમભાવ રાખે છે. અને ગુસ્સો કોઈક વાર આવી જાય તો પણ માત્ર અલ્પ સમય રહીને પછી તે લોપાઈ જાય છે.
ભરત ચક્રવર્તીએ છ ખંડ જીતવા માટે કેટલાંય મોટાં યુદ્ધ કર્યા, કેટલીય હિંસા કરી તો પણ તે એ જ ભવમાં કેવળજ્ઞાની બની મુક્ત થઈ ગયા. યુદ્ધ અને જીવહિંસાથી શું એમને કર્મબંધ નહીં થયા હોય? જૈનદર્શનનું કહેવું છે કે તેઓ નિર્મળ સમ્યગ્રષ્ટિ આત્મા હતા. તેથી તેઓ એ જ ભવમાં એક અંતર્મુહૂર્ત જેટલા નાના સમયમાં જ કેવળજ્ઞાની બની ગયા. આનું રહસ્ય એ છે કે સમ્યગ્દષ્ટિ કર્મના ઉદય વખતે અને તેને ભોગવતી વખતે તે તેમાં અનાસક્ત અને અભ્યાસક્ત હોય છે. એટલે તેને તીવ્ર કર્મબંધ થતો નથી કે જે આગળ ભોગવવો જ પડે. અંતર્બાન અને શુક્લધ્યાનથી એક ઝટકામાં જ બધા કર્મોના બંધન તૂટીને છૂટાં પડી જાય છે.
અમિતગતિ શ્રાવકાચારમાં આનું રહસ્ય સમજાવતા કહે છે કે
"पापं यदर्जितमनेकभवैर्दुरन्तैः सम्यत्कवमेतदखिलं सहसा हिनस्ति । भस्मो करोति सहसा तृणकाष्ठराशि किं नोर्जितोज्जवल शिखो दहनः समृद्धम् ॥" - અમિતગતિ શ્રાવકાચાર; ગાથા ૨.૮૭ (પાનું ૪૨, લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫) સમ્યત્વરૂપી અગ્નિ જન્મોજન્મના પાપને જલદીથી ભસ્મ કરી દે છે. જેવી રીતે ઉપર ઊઠેલી અગ્નિની જ્વાળાઓ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને જલદીથી ભસ્મ કરી દે છે.
વ્યવહારી જીવનમાં સમ્યગદૃષ્ટિ આવા લાભ મેળવતો જાય છે. કોઈપણ વસ્તુ પોતાની મેળે સારી અથવા ખરાબ નથી. આપણી દૃષ્ટિએને સારી કે ખરાબ બનાવે છે. માટે સમ્યગ્દષ્ટિનો સિદ્ધાંત છે કે સંસારના બધા જ પદાર્થો પ્રાપ્ત કરવાનું કે સમાપ્ત કરવાનો વિચાર ન કરો. કેવળ તટસ્થ
સમકિત
૨૧ ૨