________________
જ્ઞાતા, દષ્ય બનો. દોષ અથવા ગુણ દેખાતા પદાર્થનો નથી પણ વ્યક્તિની પોતાની દૃષ્ટિનો છે. રાગદ્વેષના નિમિત્તથી સંસારમાં રહીશું તો સંસાર ક્યારેય સમાપ્ત થવાનો નથી. રાગદ્વેષના ઉપાદાન (યોગ્યતા)નું કારણ સમાપ્ત થઈ જવા પર કર્મબંધ સમાપ્ત થઈ જાય છે. પછી તો સમ્યગ્દષ્ટિને સંસારમાં રહેવા છતાં પણ સર્વત્ર મુક્તિ લાગે છે.
સંસાર એક એવી નદી છે. જેમાં વિષય-કષાયનો કીચડ ભરાયેલો છે. જે રાગ અને દ્વેષના તરંગોથી મોટી ભંવરજાળ બની જાય છે. સામાન્ય સંસારી જીવ આમાં તરત ફસાઈ જાય છે. આ સંસારરૂપી નદીમાં “સ્વજન”, “સ્વધન” અને “સ્વતન” આ ત્રણ ભયંકર ભંવરજાળ છે. આ આત્મા બધાને “પર”ને “સ્વ” સમજીને ફસાઈ જાય છે. અને એના સંઘર્ષથી ઊભા થતા દુઃખની સમાપ્તિ થતી નથી. પરંતુ સમ્યગૃષ્ટિ આ બધાથી અલિપ્ત રહે છે. તે પરિવાર અને સ્વજનોની વચ્ચે રહીને પણ તે બધાને પર સમજે છે. એને ન તો તેમના પ્રત્યે બહુ રાગ હોય છે કે ન તો બહુ દ્વેષ. તે સંસારમાં ફક્ત પોતાનો ભાગ ભજવીને નિરાળો રહેતો હોય છે.
સંસારની બીજી ભંવરજાળ “સ્વધન” છે. સામાન્ય વ્યક્તિ ધનના નશામાં પાગલ થઈ મોટા સંઘર્ષ, હત્યા, ચોરી, અસત્ય, અનીતિ આદિ પાપો કરવા તૈયાર થઈ જાય છે. તે સમજતો નથી કે ગમે ત્યારે આ ધનથી પ્રાપ્ત થતી સુખશાંતિ સમાપ્ત થઈ તે દુઃખની જ્વાળા થવાની જ છે અને તેમાં એને બળવું પડશે. પણ સમ્યગદૃષ્ટિ આ સમજે છે. એ ધન અવશ્ય કમાય છે. આજીવિકા માટે અવશ્ય મહેનત કરે છે. પણ ધનના રાગમાં આવી અનીતિ અપનાવતો નથી. અને જે ધન મળે તેમાં રાગ રાખ્યા વગર સારા માર્ગે તેનો ઉપયોગ કરે છે.
ત્રીજી ભંવરજાળ “સ્વતન” છે. સામાન્ય રીતે મનુષ્યને એ તો ખબર હોય છે કે આત્મા અને શરીર એ બે જુદાં છે અને એક દિવસ શરીર છોડીને ચાલ્યા જવાનું છે તો પણ એ શરીર જાણે કે સદાય રહેવાનું છે અને તે શરીર જ પોતે છે એમ સમજી તેના માટે રાતદિવસ એક કરીને સુખ-સુવિધાઓ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. પોતાના શરીર માટે બીજા કેટલાય જીવોના શરીરનો નાશ પણ કરી નાખે છે. શરીરને શણગારવાનું છે તેના માટે સૌથી મહત્ત્વની વાત હોય છે. ૨૪ કલાકના દિવસમાં તે ૨૩ કલાક આની જ પાછળ રહે છે. અને કદાચ એક કલાક સામાયિક પૂજાપાઠ કરી એમ સમજે છે કે મારા આત્માના કલ્યાણ માટે હું ખૂબ કરું છું. આવા ખોટા ભ્રમથી એ જીવે છે. ત્યારે સમ્યગૃષ્ટિને ખબર છે કે શરીરની સારવાર અને તેની તંદુરસ્તી રાખવી એ જરૂરિયાત છે, કારણ કે ભલે પોતે આત્મા છે અને તે શરીરથી અલગ છે, પણ આ આત્માને મુક્તિ સુધી પહોંચવા માટે શરીરની જરૂરિયાત સમકિત
૨૧૩