________________
१२. निसग्गुवएसरुई, आणारुइ सुत्तबीयरुइमेव। अभिगम-वित्थाररुई, किरिया - संखेव - धम्मरुई।। અર્થઃ ઉત્તરાધ્યયનસૂત્રમાં સમ્યક્રદૃષ્ટિની દસ રુચિઓનું વર્ણન આ પ્રમાણે છેઃ (૧) નિસર્ગરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂત્રરુચિ, (૫) બજરુચિ, (૬) અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારુચિ, (૯) સંક્ષેપરુચિ, (૧૦) ધર્મચિ.
१३. निस्संकिय - निक्कंखिय - निवितिगिच्छा अमूढदिट्ठीय। उववूह - थिरीकरणे वच्छल - पभावणे अट्ठ।। અર્થઃ ઉત્તરાધ્યયનસૂત્રમાં સમ્યગદર્શનના આઠ અંગ બતાવવામાં આવ્યાં છેઃ (૧) નિઃશંકતા (૨) નિષ્કાંક્ષતા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢ દૃષ્ટિ (૫) ઉપબૃહણ (૬) સ્થિરિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના. આ આઠ સમ્યકત્વનાં અંગ છે.
१४. मिच्छादसणरत्ता सनियाणा उ हिंसगा। इअ जे मरंति जीवा तेसिं पुण दुल्लहाबोहिं।। અર્થ જે અંતિમ સમયમાં મિથ્યાદર્શનથી યુક્ત છે. નિદાનથી યુક્ત છે અને હિંસક છે. તેમને આગામી જન્મમાં બોધિ-સમ્યગ્ગદર્શન દુર્લભ છે. १५. न वि तं करेइ अग्गी, ने अ विसं किण्ह सप्पो अ। जं कुणइ महादोसं तिव्वं जीवस्स मिच्छतं।। અર્થ તીવ્ર મિથ્યાત્વ આત્માનું જેટલું અહિત કરે છે. તેટલું અહિત અગ્નિ, વિષ કે કાળો સાપ પણ કરતો નથી.
१६. समणोवासएणं सम्मत्तस्स पंच अइयारा पेयाला जाणियव्वा न समायरियव्वा... અર્થ: શ્રાવકના સમ્યક્ત્વના (સમ્યગદર્શનના) પાંચ મોટા અતિચાર જાણવા જેવા છે પણ આચરવા જેવા નથી.
१७. चउव्वीसत्थएणं दंसणविसोहिं जणयइ। અર્થ ચોવીસ તીર્થંકર ભગવાનની સ્તુતિ અને સ્તવનથી જીવ દર્શનવિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. સમ્યક્દર્શનને વધારે નિર્મળ કરે છે. ચોવીશ ભગવાનની સ્તુતિ એટલે લોગસ્સ.
સમ્યકત્વ શુદ્ધ રાખવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે માટે નીચેની ગાથામાં કહ્યું છેઃ સમકિત
૩૧૩