________________
ઓછી પ્રરૂપણા- જીવ શરીર વ્યાપી હોવા છતાં તંદુલ (ચોખા) માત્ર જેવડો નાનો માનવો.
અધિક પ્રરૂપણા- એક જીવને સર્વ લોક વ્યાપી માનવો.
વિપરીત પ્રરૂપણા-પાંચ ભૂત (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ)ના સંયોગથી આત્માની ઉત્પત્તિ અને તેના નાશથી જીવનો નાશ થાય તેમ માનવું.
આ રીતે નવ પદાર્થમાં ઓછું-અધિક-વિપરીતપણું સમજે. જૈનદર્શનમાં જીવ અકૃત્રિમ, અખંડ, અવિનાશી, નિત્ય છે, શરીર માત્ર વ્યાપક છે.
પ્રકૃતિઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે મોહનીય કર્મની કુલ ૨૮ પ્રકૃતિનો ઉદય હોય છે.
મિથ્યાત્વનું ફળઃ તે જીવ ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ જીવાયોનિમાં વારંવાર પરિભ્રમણ કરે તો પણ સંસારનો પાર પામે નહીં.
८८
સમકિત