________________
દેવ આદિથી થવાવાળો ભય. સમ્યગ્દષ્ટિએમ વિચાર કરે કે “આત્મા તો નિત્ય છે” તે પોતાનો ખુદનો માલિક છે. પોતે જ કર્તા-ધર્તા-હર્તા છે, મને જે દુઃખ બીજાથી મળે છે તે મારાં જ કરેલાં પાપોનું ફળ છે, આવા પ્રકારના વિચારોથી વિજાતીયથી કોઈ પણ પ્રકારનો ભય થતો નથી.
દિગંબર પરંપરા પ્રમાણે આ શરીરને છોડ્યા પછી બીજો જન્મ લે તે પર્યાયને પરલોક કહો છે. બીજા લોક માટે એવો ભય હોય છે કે “મારો જન્મ નરક-તિર્યંચમાં થશે તો? મને સ્વર્ગના સુખો નહી મળે તો? તો પરલોકમાં મારું શું થશે?''
આવા પ્રકારના ભયથી સમ્યગદર્શીને અસર થતી નથી. તેનો વિચાર તો એમ જ રહે છે કે આ ભવમાં પવિત્ર અને સારા કર્મો કરશું તો પરલોકનો ભય શેના માટે રાખવો. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે વાવશું તે જ ઊગશે. તો ભય શા માટે? એતો પોતાના કર્તવ્યનું ચિંતન કરે છે, અને ફળની ચિંતા હોતી નથી.
(૩) આદાન ભયઃ આદાનનો અર્થ થાય છે અશરણતા અથવા તો કંઈ જરૂરી વસ્તુ ન મળે તે. સમ્યગદષ્ટિને આવો ભય રહેતો નથી કે મારું રક્ષણ કોણ કરશે? ક્યાં તો મને દાન અથ વા મારી સહાયતા કોણ કરશે? કારણ કે સમ્યગ્દષ્ટિજાણે છે કે સંસારમાં કોઈ કોઈને શરણ આપી નથી શકતો. આત્મા પોતે જ પોતાનો રક્ષક છે. પાપના ફળ ભોગવવાનો વારો આવે ત્યારે એવું બનશે કે જોઈતું રક્ષણ કે સહાયતા મળશે નહીં. આવા સમયે તે ભય પામતો નથી પણ તે સમભાવમાં રહે છે.
સમ્યગદર્શી કોઈનું શરણ મળવાથી જ્યારે સમય આવે ત્યારે તે શરણાર્થીના ભયથી ખોટું બોલવું કે ખોટું કરવું તેવું કદાપિ કરતો નથી. પોતાનો સહારો જતો રહેશે, આમ આજીવિકા પર અસર પડશે તેવો ભય તે રાખતો નથી. ભયમુક્ત રીતે સત્યનો જ સાથ આપે છે. (૪) અકસ્માત ભયઃ અકસ્માત ભય તે મિથ્યાષ્ટિને સદાય હોય છે. કારણ કે આત્માની અમરતા, નિત્યતા તથા આત્મસ્વરૂપ અને આત્મશક્તિના પ્રતિ અશ્રદ્ધાશીલ હોય છે. પર પદાર્થો ઉપર તેને વિશ્વાસ હોય છે. આ કારણે તેને અકસ્માતનો ભય સદાય સતાવે છે. સમ્યગ્દષ્ટિને આત્માની નિત્યતા અને અમરતા ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે. એટલે તેને ચોક્કસ ખબર છે કે અકસ્માત પણ થઈ જાય તો પણ તે પોતે (આત્મા) તો મરવાનો નથી. ફક્ત કદાચ તેનો આ જન્મ પતીને બીજો જન્મ થશે. અને તે પણ થશે જો તેણે એવા કર્મબંધ કર્યા હશે તો. આવા વિચારોથી તે કદાપિ અકસ્માતના વિચારોથી ભયમાં રહેતો નથી.
સમકિત
૧૭૦