________________
(૫) વેદના ભયઃ શરીરમાં રોગો આવવાથી જે બાધાઓ આવે છે અથવા તો જે રોગોના આવવાની સંભાવના છે તેના આવવાથી પહેલા જ મોહનીયકર્મોદયવશ જે કંપન થાય છે, જે ભય થાય છે અને આવ્યા પછી જે આર્તધ્યાન થાય છે તેને વેદનાભય કહેવાય છે.
સમ્યગદર્શી કર્મના ઉદય વશ રોગ આવે તો પણ સમભાવ રાખે છે. તે ઉપચાર કરાવે તો પણ તે સમજીને કે શરીરની જરૂરિયાત ધર્મપાલન કરવા અને તેમાં સ્થિર રહેવા માટે છે. તેના વિચારો એવા જ હોય છે કે સંસારની જેટલી પણ વ્યાધિ છે તે બધી શરીરમાં છે, આત્મામાં કદાપિ હોતી નથી. એનું મુખ્ય કારણ તેનો દેહાધ્યાસ ન હોઈ તેની દૃષ્ટિ આત્મલક્ષી જ હોય છે.
(૬) અપયશ ભયઃ પૂજા, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પ્રશંસા, સન્માન-સત્કાર, યશ-કીર્તિ, વાહવાહ આદિ અનેક પ્રકારના યશ છે તેના ઉપર કલંક લાગવાનો કે છીનવાઈ જવાનો ભય તેને અપયશ ભય કહેવાય છે.
સામાન્ય વ્યક્તિ આ પ્રકારોના યશને જાળવી રાખવા માટે સાચાં ખોટાં કંઈક પ્રકારના કાર્યો કરશે. જૂઠ, ફરેબ આદિ ઘણી તરકીબો અજમાવશે. અને કાયમ તે ભયમાં જ રહેશે કે આ બધું જતું રહેશે તો?
સમ્યગ્દષ્ટિતો એ જ વિચારે છે કે સત્ય અને સદ્ધર્મના માર્ગ ઉપર ચાલવાથી અપયશ ક્યાંથી આવે? અને કોઈના જૂઠા દાવાઓથી આવી જાય તો પણ તે એ જ સમજે છે કે સર્વે વ્યક્તિઓના આપેલા યશ કે અપયશ બધું જ ક્ષણિક છે. અને અપયશ આપનારો તે તો નિમિત્ત જ છે. બાકી તો ખુદના પૂર્વનાં કર્મોનો ઉદય છે, આમ સમજી અપયશ કે અપકીર્તિના ભયથી કદાપિ પોતાનો સત્ય અને સિદ્ધાંતનો માર્ગ છોડતો નથી.
(૭) મરણ ભયઃ આ સાતમો ભય છે. આ સૌથી ભયંકર ભય છે. જે સાધારણ મનુષ્યને પ્રતિપળ સતાવે છે. પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દસ પ્રાણોનો નાશ થવો તેને મૃત્યુ કહેવાય.
મૃત્યુ તે સંસારમાં સૌથી અપ્રિય વસ્તુ છે. કોઈપણ જીવ હોય અને કોઈપણ અવસ્થામાં હોય પણ તેને મરવું ગમતું નથી. મૃત્યુના ભયથી અને જીવનરક્ષા માટે લોકો સત્ય, સિદ્ધાંતો બધું જ છોડી દે છે અરે, ફક્ત એ નહીં પણ પોતાની અધિક પ્રિય વસ્તુ, ધન અને પ્રિયજનને પણ છોડી દે છે. આમ, મૃત્યુ ભલભલાને હલાવી નાંખે છે. સમકિત
૧૭૧