________________
પરંતુ સમ્યગૃષ્ટિ ધરાવતા આત્માને મૃત્યુથી ભય હોતો નથી. તેનો દઢ વિશ્વાસ હોય છે કે મૃત્યુ આત્માનું નહીં પણ શરીરનું થાય છે. સમ્યગ્દષ્ટિ મૃત્યુને એક નાટકના પહેલા અંક જેવી રીતે જુએ છે. જાણે કે મધ્યાન્તર આવ્યું હોય અને તેના પછી પાછું નાટક શરૂ થવાનું જ છે. વાસ્તવમાં સમ્યગ્રષ્ટિ મૃત્યુંજયી હોય છે. આચારાંગસૂત્રની ભાષામાં
"सच्चस्स आणाए उवट्ठिए मेहावी मारं तरइ" - આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૩ (પાનું ૧૨૮, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૧૯૯૯) “સત્યની આજ્ઞામાં ઉપસ્થિત મેધાવી સમ્યગ્દષ્ટિ મૃત્યુને પણ પાર કરી જાય છે.” (મૃત્યુ ઉપર વિજય કરી જાય છે.) તે મૃત્યુના પ્રતિ નિર્ભય વીર રહે છે. આ પ્રકારે સાત મુખ્ય ભયોથી મુક્ત સમ્યગ્દષ્ટિ નિઃશંકિત હોય છે.
નિશકિતનો બીજો એક અર્થ એમ પણ થાય છે કે શંકારહિત હોવું. શંકા રાખવી કે તત્ત્વો સાચાં છે કે ખોટાં? આ વ્રતો છે કે નહીં? આ દેવ સાચા કે ખોટા? આવા પ્રકારના સંશયોને શંકા કહેવાય છે. જેનું ચિત્ત આવા પ્રકારની શંકાઓથી ભરેલું હોય છે તેનું સમ્યગદર્શન શુદ્ધ હોતું નથી.
જેમ આચારાંગસૂત્રમાં બતાવ્યું છે કે"तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं" - આચારાંગસૂત્ર; (લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશક: ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૧૯૯૯) ચાહે પર્વતમાળા હલી જાય, અગ્નિ શીતળ બની જાય પરંતુ વીતરાગ સર્વજ્ઞદેવ દ્વારા કથિત તત્ત્વોના સ્વરૂપમાં કોઈ જ અંતર નહીં પડી શકે, આવા પ્રકારની અચલ શ્રદ્ધા નિઃશંકિત કહેવાય છે. સમ્યગ્દર્શનના માટે જરૂરી છે કે સાધનાના લક્ષ્યની પ્રાપ્તિ માટે સાધ્ય, સાધક અને સાધના આ ત્રણે પર અવિચલ શ્રદ્ધા રહેવી જોઈએ. ૧૭૨
સમકિત