________________
આમ, જિન-પ્રણીત તત્ત્વ-દર્શન ઉપર શંકા ન રાખવી અને તેને યથાર્થ અને સત્ય માનવું તેને નિઃશંકતા કહેવાય છે. (૨) નિષ્ણાંશતઃ (બીજું અંગ) આ સમ્યગદર્શનનું બીજું અંગ છે. સ્વકીય આનંદમય સ્વરૂપ-શુદ્ધ આત્મસ્વરૂપમાં નિષ્ઠાવાન રહેવું અને કોઈપણ પરભાવની ઈચ્છા કે આકાંક્ષા ન રાખવી તે “નિષ્કાંક્ષતા” કહેવાય.
પોતાના જીવનમાં તપ, જપ, ધ્યાન, સેવા, ત્યાગ, વ્રત, નિયમ આદિના ફળસ્વરૂપે આલોક અને પરલોકના ભૌતિક વૈભવ અને ઈન્દ્રિયજન્ય સુખ ભોગોની માંગણી કરવી કે ઈચ્છા કરવી. તેને કાંક્ષા કહેવાય છે.
પોતાની રત્નત્રય સાધનાનું લક્ષ્ય આ જ ક્ષણિક ભૌતિક સુખો અને ઉપલબ્ધિઓનું બનાવવું તેને “કાંક્ષા” કહેવાય છે. આવી “કાંક્ષા માટે સાધના કરવી, ધર્માચરણ કરવું તે જૈનધર્મમાં નિષેધ બતાવ્યું છે. સમ્યગદર્શન અને મોક્ષમાર્ગની સાધનાનો આ દોષ માન્યો છે. આના માટે સૂત્રકૃતાંગમાં બતાવ્યું છે કે –
"से हु चक्खू मणुस्साणं जे कंखाए य अंतए ।" - સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૧.૧૫.૧૪ (પાનું ૪૪૫, લેખકઃ યુવાચાર્ય મધુકરમુનિ, પ્રકાશકઃ આગમ પ્રકાશન સમિતિ, બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૨) જે જીવે કાંક્ષા-આસક્તિનો અંત કર્યો છે તે જીવો મનુષ્યો માટે નેત્ર-પથ-પ્રદર્શક (રસ્તો બતાવનાર) છે.
રત્નકરંડક શ્રાવકાચારમાં નિષ્કાંક્ષતાનું લક્ષણ બતાવતા કહયું છે કે “જે સુખ કર્મપરવશ છે, (પુણ્ય કર્મના ઉદયને આધિન છે) અને ક્ષણભંગુરુ છે, અને જે અનેક દુઃખોના ઉદય સહિત તથા પાપબંધનું બીજ છે, એવા ઈન્દ્રિયજન્ય-સુખમાં સુખની આસ્થા રહિત શ્રદ્ધાન ભાવ “નિષ્કાંક્ષતા” નામનું સમ્યકત્વનું અંગ છે. એમ ભગવાને બતાવ્યું છે. એટલે કે “નિષ્કાંક્ષતા”નો અર્થ એમ થયો કે કોઈપણ પુણ્યકાર્યના કરવા પર આલોક કે પરલોકના સુખ-ભોગોની (ઈચ્છા) વાંછા ન કરવી તથા કર્મ અને કર્મફળોને પોતાના ન માનવા. સમકિત
૧૭૩