________________
શંકા શબ્દના બે અર્થ થાય છે.-ભય અને સંદેહ સમ્યગદર્શીમાં સાત પ્રકારના ભય રહેતા નથી. આ સાત પ્રકાર આ પ્રમાણે છે.
(૧) આલોક ભય (૨) પરલોક ભય (૩) આદાન ભય (૪) અકસ્માત ભય (૫) વેદના ભય (૬) અપયશ ભય અને (૭) મરણ ભય સમ્યગદર્શીના જીવનમાં સૌથી મોટી વિશેષતા છે તે નિર્ભયતા. જ્યાં ભય હોય છે ત્યાં ધર્મ, સંસ્કૃતિ અને સત્ય ટકી શકતું નથી.
“ભય તે આત્માની શક્તિ અને તેના સ્વરૂપને યથાર્થ રૂપમાં ન જાણવાથી અને તેના ઉપર શ્રદ્ધા ન કરવાના કારણથી ઉત્પન્ન થાય છે. તે મનની એક દુર્બળતા છે. અને તેનાથી શંકાને ઉત્પન્ન કરાવી આત્માને મિથ્યાદૃષ્ટિમાં લઈ જાય છે.”
નિર્ભયતા મનની એ વૃતિ છે જે મોટા સંકટ સમયે પણ સાધકને ધર્મમાં અને સ્વભાવમાં સ્થિર
રાખે છે.
અહીં સભ્યદર્શીને ભય હોતો નથી. એમ કહેવાથી એ વાત નથી કે તેના જીવનમાં કોઈપણ અંશે ભય હોતો નથી. અહીં તો માત્ર “સમ્યગ્રદર્શનના ઘાતક” તે પ્રકારનો ભય સમ્યગદર્શી માં રહેતો નથી.
આમ તો સમ્યગ્રદર્શી, શ્રાવક અને સાધુ તે સર્વે પાપભીરુ હોય છે. પરંતુ તે પાપથી ભય તેનો ગુણ કહેવાય છે. દોષ નહીં. અહીં તો માત્ર મિથ્યાત્વમોહનીય ભયની જ વાત કરી છે.
(૧) આલોક ભયઃ આ સાતે ભયમાં સૌથી પહેલો ભય છે. આમાં સમ્યગ્દષ્ટિને પરિવાર, સમાજ, રાષ્ટ્ર, સંપ્રદાય, જાતિ આદિના સંબંધમાં કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. ધન-સંપત્તિ, સુખ-સુવિધા અને અન્ય ઈષ્ટ પદાર્થોના ચાલી જવાનો પણ ભય હોતો નથી. સમ્યગ્દષ્ટિને દઢ વિશ્વાસ હોય છે કે “હું તો ચૈતન્યસ્વરૂપ છું અને તે નિશ્ચયનયથી સત્ય છે અને આ બહારનો લોક છે (સંસાર) તે મારો નથી. તો આ લોકસંબંધી મને ભય કેમ લાગે? મારો સંબંધ તો શુદ્ધ આત્મા જોડે જ છે.”
આ પ્રમાણેના વિચારોથી સમ્યગ્દષ્ટિને અનિષ્ટસંયોગનો પણ ડર હોતો નથી. (૨) પરલોકભયઃ આનો અર્થ એમ થાય છે કે પોતાનાથી વિજાતીય કોઈ પણ પશુ, પક્ષી, સમકિત
૧૬૯