________________
(૩) અનિવૃત્તિકરણ -જે સમયે એકસાથે ગ્રંથિભેદ કરનારા સર્વજીવોનો એકસરખો અધ્યવસાય થઈ જાય છે તે વખતે તેઓ અનિવૃત્તિકરણમાં પ્રવેશ્યા કહેવાય છે.
નિવૃત્તિ = તરતમતા (ભિન્નભિન્ન) અનિવૃત્તિ = તરતમતા ન હોવી તે.
અનિવૃત્તિકરણવર્તી મહાત્મા સ્થિતિઘાતથી સત્તામાં રહેલી સ્થિતિને ઓછી કરતો, રસઘાતથી અશુભકર્મપ્રકૃતિમાંથી રસને ઘટાડતો, ગુણશ્રેણીને લીધે અસંખ્યાતગુણાકારે કર્મદલિકોને ભોગવતો અને નવા બંધાતાં કર્મોમાં સ્થિતિબંધનું પ્રમાણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઘટાડતો આગળ વધી રહ્યો છે.
(ચિત્ર-૮)
સમકિત
૧૨૯