________________
ધર્મને બદનામ કરે છે, કારણ કે ધર્મ તે ધાર્મિકના આધાર વગર ટકતો નથી. તે સમસ્ત ધર્માત્મા પુરુષો પ્રતિ અવિનય કરે છે, કોઈ પણ પદાર્થ ઉપર ગર્વ કરવાથી આત્મા ઊંચો થ તો નથી. તે તો વધારે નીચે પડે છે.
(૩) અનાયતનોની સેવાનો ત્યાગઃ
(૧) મિથ્યાદર્શન (૨) મિથ્યાજ્ઞાન (૩) મિથ્યાચારિત્ર (૪) મિથ્યાદષ્ટિ (૫) મિથ્યાજ્ઞાની (૬) મિથ્યાચારિત્રી
આ ૬નો સંગ કે સેવન છોડવાથી સમ્યગ્દર્શનની શુદ્ધતા અને સુરક્ષા થઈ શકે છે.
“જેવો સંગ તેવો રંગ” એ કહેવત પ્રમાણે જો સમ્યગ્દષ્ટિપણ મિથ્યાત્વીનો ખૂબ જ પરિચય કરે, તેમની જોડે વાદવિવાદ કરે અને તેમની આગતા-સ્વાગતા કરે તો સત્ય માર્ગથી લપસીને મિથ્યામાર્ગ ઉપર ચાલતા વાર લાગતી નથી. એટલે જ બને તેટલું મિથ્યાત્વના કોઈ પણ કારણથી દૂર રહેવું તે ખૂબ જ લાભકારી છે.
(૪) ૮ દોષોનો ત્યાગઃ
સમ્યગ્દર્શનના જે ૮ અંગ છે- નિઃશંકિત આદિ તે સમ્યગ્દર્શનના ગુણો છે. પરંતુ આ ૮ અંગથી વિપરીત શંકા આદિ ૮ દોષો છે. આ ૮ દોષ સમ્યગ્દર્શનને મલિન કરે છે. સમ્યગ્દર્શનરૂપી સ્વચ્છ દર્પણ ઉપર આ ૮ કલંક છે, ધબ્બા છે; જે સમ્યગ્દર્શનને દોષિત, અશુદ્ધ અને ગંદું કરે છે. તે ૮ દોષ નીચે પ્રમાણે છે.
(૧) શંકા (૨) કંખા (૩) વિચિકિત્સા (૪) મૂઢદૃષ્ટિત્વ (૫) અનુપભ્રંણ અથવા અનુપગ્રહન (૬) અસ્થિતિકરણ (૭) અવાત્સલ્ય (૮) અપ્રભાવના
શંકા, કંખા, વિચિકિત્સા અને મૂઢદૃષ્ટિત્વ આ ચાર દોષ કયા પ્રકારે સમ્યગ્દર્શનને દોષિત કરે છે તે વ્યવહાર સમ્યગ્દર્શનના ૬૭ બોલમાં પાંચ પ્રકારના અતિચારોમાં બતાવ્યા છે.
એ જ પ્રમાણે જો વ્યક્તિ શુદ્ધ રત્નત્રયરૂપ માર્ગ ઉપર અજ્ઞાની દ્વારા થવાવાળી ધર્મ અને ધાર્મિકોની નિંદાને દૂર કરતો નથી, ચૂપચાપ રહે છે, સમ્યગ્દર્શનથી ડગમગાતા સાધર્મીને ફરીથી એ જ માર્ગ ઉપર સ્થાપિત કરતો નથી, સાધર્મીઓની હીન અને નબળી પરિસ્થિતિને જોઈને પોતે સમર્થ હોવા છતાં પણ તેમના પ્રતિ વાત્સલ્યભાવ રાખતો નથી, તેમને સહયોગ અને મદદ કરતો નથી, અને જે મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે એવા ધર્મને તેની મહત્તાથી નીચે પાડે છે, એ જ ધર્મની બદનામી કરે છે, લોકમાં એ ધર્મને પ્રભાવશૂન્ય બતાવે છે. આવી સમકિત
૨૮૯