________________
“તિવિ મિત્તે પUરે, નહીં- અજિરિયા, વિUTU, UMT
”
અર્થઃ મિથ્યાત્વ ત્રણ પ્રકારના છે. યથા-૧) અક્રિયા મિથ્યાત્વ ૨) અવિનય મિથ્યાત્વ ૩) અજ્ઞાન મિથ્યાત્વ.
* “અરિહંતાણં આસાયણાએ” વગેરે જે ૩૩ પ્રકારના અશાતના આવશ્યક સૂત્રમાં બતાવી
છે તેના ઉપરથી અશાતના મિથ્યાત્વનો અર્થ નીકળેલ છે.
સ્થાનાંગસૂત્રમાં પણ મિથ્યાત્વના દસ રૂપ નો ઉલ્લેખ કર્યો છે. સ્થાન ૧૦, ૬-૧, સૂત્ર-૭૩૪.
(૧) ધર્મમાં અધર્મ સંજ્ઞા (૨) અધર્મમાં ધર્મ સંજ્ઞા (૩) માર્ગમાં કુમાર્ગ સંજ્ઞા
કુમાર્ગમાં માર્ગ સંજ્ઞા (૫) જીવમાં અજીવ સંજ્ઞા (૬) અજીવમાં જીવ સંજ્ઞા (૭) સાધુમાં અસાધુ સંજ્ઞા (૮) અસાધુમાં સાધુ સંજ્ઞા (૯) મુક્તમાં અમુક્ત સંજ્ઞા (૧૦) અમુક્તમાં મુક્ત સંજ્ઞા
સંજ્ઞાનો અર્થ અહીયાં- માનવું, સમજવું કે એવી રીતે બોલવું, એમ સમજવું ઉત્પત્તિની દષ્ટિથી મિથ્યાત્વઃ
એક જૈન આચાર્યએ ઉત્પત્તિની દૃષ્ટિથી મિથ્યાત્વના બે પ્રકાર બતાવ્યા છે. આ“સર્વાર્થસિદ્ધિશાસ્ત્રમાં પણ બતાવ્યા છે. (૧) નિસર્ગ (૨) પરોપદેશપૂર્વક (૧) નિસર્ગ મિથ્યાત્વઃ- તેને કહેવાય છે જે મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયથી થાય છે. આ પ્રકાર દરેક જીવમાં પહેલેથી જ હોય છે. નિગોદમાં પણ રહેલા જીવોને આ મિથ્યાત્વ તો હોય જ છે. આનું કારણ એ છે કે જીવમાં જે “જ્ઞાન” ગુણ છે તેના બે પ્રકારમાંથી (જ્ઞાન ૭૮
સમકિત