________________
સુખ છે તેવું નથી માનતો. - તેને દેહબુદ્ધિ રહે છે. આત્મબુદ્ધિ રહેતી નથી.
આગમોમાં પ્રાપ્ત મિથ્યાત્વનું વર્ણન
“મિહિયરિકી''-શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૮, સૂત્ર-૨૯ આ શબ્દો પરથી અભિગ્રહિક-અનાભિગ્રહિક એ બે મિથ્યાત્વ લઈ શકાય છે. તે સિવાય શ્રી સ્થાનાંગ સૂત્રનાં સ્થાન-૨, સૂત્ર-૨૩ માં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
“મિચ્છામિનિવેદિ'-શ્રી ભગવતી સૂત્ર ૯/૩૩/૫૪, ૬૦, શ્રી ઔપપાતિક સૂત્ર વિભાગ-૨, સૂત્ર પ૬, સૂત્ર ૬૧ના શબ્દ પરથી અભિનિવેશ મિથ્યાત્વનો સંકેત મળે છે. * સંશય મિથ્યાત્વનો સમાવેશ જે શંકાદિ સમકિતના અતિચાર શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં
દર્શાવ્યા છે તેમાં થાય છે. * કુપાવચન મિથ્યાત્વનો ઉલ્લેખ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨૩/૬૩ માં મળે છે.
MવયUપસંદી, સર્વે સમાદિયા સમ્મ તુ વિદ્યાર્થ, સ મ દિપે છે ૨૩/૬૩ " - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૩.૬૩ (પાનું પ૩, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) અર્થ કુપ્રવચન-મિથ્યા દર્શનોને માનનારા બધા પાખંડી-વ્રતધારી (એકાંતવાદી) લોકો ઉન્માર્ગગામી છે, જિનેન્દ્ર દ્વારા કથિત માર્ગ જ સન્માર્ગ છે અને તે માર્ગ જ ઉત્તમ છે.
શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં પ્રકરણ-૧, સૂત્ર-૨૬,૨૭,૨૮માં આવશ્યકના ભેદોમાં લૌકિક, લોકોત્તર અને કુમારચનિક ભેદમાં મિથ્યાત્વનો સંક્તિ મળે છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં સ્થાન-૧૦, સૂત્ર ૬૬માં ૨૫ મિથ્યાત્વના ૯થી ૧૮ મિથ્યાત્વનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે. જિનમાર્ગથી ઓછું, અધિક અને વિપરીત પ્રરૂપણા સંબંધી મિથ્યાત્વ (૧૯,૨૦,૨૧ મું) શ્રી સ્થાનાંગ સૂત્ર-૨/૧/૪માં દર્શાવેલ છે.
* શ્રી સ્થાનાંગ સૂત્ર, ૩/૩/૫૪માં કહે છે. સમકિત