________________
કે અજ્ઞાન) એક પ્રકારમાં જીવ સદાય રહે છે. આત્મા ક્યારેય પણ “જ્ઞાન” ગુણ વગરનો થઈ શકે નહીં. એટલે જ્યારે તેને સત્ય જ્ઞાન (સમ્યગદર્શન) થયેલું હોતું નથી ત્યારે તે “અજ્ઞાનમાં ફસાયેલો જ રહે છે. જેને આપણે મિથ્યાત્વ કહીયે છીએ. એટલે “નિસર્ગની ઉત્પત્તિ બહારથી થતી નથી. તે તો જીવની અંદર જ હોય છે. “ઉત્પત્તિ” શબ્દ તો આપણે ફક્ત વ્યવહાર માટે જ વાપર્યો છે. (૨) પરોપદેશપૂર્વક મિથ્યાત્વઃ- આ મિથ્યાત્વ એ છે કે જે મિથ્યા ધારણાવાળા લોકોના ઉપદેશથી સ્વીકાર કરાય છે. આને અર્જિત મિથ્યાત્વ પણ કહેવાય છે. આમાં આપણે એવા જીવોને મૂકી શકીએ જે નિસર્ગ મિથ્યાત્વી તો હતા જ પણ પર ઉપદેશથી તે એ મિથ્યાત્વમાં વધારે સબળ થયા. અને બીજા એવા જીવોને મૂકી શકીએ કે જે સમ્યગદર્શન પામી પછી પર ઉપદેશથી પાછા મિથ્યાત્વમાં આવી ગયા. આ અર્જિત મિથ્યાત્વના પાછા બીજા ૪ મુખ્ય ભેદ છે જેના પાછા બીજા ૩૬૩ પેટા ભેદ થાય છે. (૧) ક્રિયાવાદ (૨) અક્રિયાવાદ (૩) વિનયવાદ (૪) અજ્ઞાનવાદ.
* ક્રિયાવાદ- ૧૮૦ પેટા ભેદ "અક્રિયાવાદ- ૮૪ પેટા ભેદ “વિનયવાદ- ૬૭ પેટા ભેદ *અજ્ઞાનવાદ- ૩૨ પેટા ભેદ
તત્વ વિષયથી મિથ્યાત્વના બે પ્રકારઃ (૧) તત્ત્વ વિષય ઉપર યથાર્થ શ્રદ્ધાનો અભાવ - આ પ્રકારની મૂઢ દશા, અજ્ઞાન દશામાં જ
હોય છે.
(૨) અતત્ત્વ વિષય ઉપર અયથાર્થ શ્રદ્ધાનઃ- આ પ્રકારનું મિથ્યાત્વ વિચારધારાથી પ્રગટ થાય
છે. જ્યારે જીવ પોતે વિચાર કરી ખોટા તત્ત્વો ઉપર તત્ત્વરૂપ શ્રદ્ધા રાખે છે તેવી દૃષ્ટિ અહીંયા હોય છે.
બીજી રીતે આચાર્યોએ મિથ્યાત્વના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે. મિથ્યાત્વના મુખ્ય બે ભેદો છે. ૧) વિપર્યાત્મક અને ૨) અનાધિગમાત્મક વિપર્યાત્મક મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધા. (ઊંધી શ્રદ્ધા) જેમ કે જીવાદિ પદાર્થો જ નથી એટલે તત્ત્વભૂત માનવાની વાત જ નથી. અને અનાધિગમાત્મક મિથ્યાત્વ એટલે જીવાદિ પદાર્થો
સમકિત