________________
હોવા છતાં એનો તત્ત્વરૂપે સ્વીકાર ન થવો જેમ કે આ પદાર્થો તત્ત્વરૂપ હોવા છતાં તે તત્ત્વ છે તેવો નિશ્ચય ન થવાના કારણે તેનો તે રૂપ સ્વીકાર ન કરવો તે.
સ્થાનાંગ સૂત્રમાં પાંચ પ્રકારના મુખ્ય મિથ્યાત્વને નીચે પ્રમાણે કહાા છે. મિથ્યાત્વના મુખ્ય પાંચ પ્રકાર છેઃ
(૧) અભિગ્રહિક મિથ્યાત્વઃ સત્ય શું? અસત્ય શું? તત્ત્વની પરીક્ષા કર્યા વિના પક્ષપાતપૂર્વક પોતાની માન્યતારૂપ ખોટાને જ પકડી રાખવું અને અન્ય પક્ષનું ખંડન કરવું. સત્યાસત્યનો નિર્ણય કર્યા વિના હઠાગ્રહી બની પોતે માનેલ તથા રૂઢિથી ચાલ્યા આવતા માર્ગમાં મગ્ન રહે. જ્યાં અજ્ઞાન અને આગ્રહ બંને છે એટલે સત્યને પામવાની કોઈ તૈયારી નથી.
તત્ત્વની બાબતમાં તમે મરતાં સુધીય અજ્ઞાની રહો તો પણ એ એટલું દુઃખદ નથી કે જેટલું દુરાગ્રહ સેવો એ દુઃખદ છે.
(૨) અનાભિગ્રહિક મિથ્યાત્વઃ સર્વ ધર્મને સરખા માનવા. ગુણદોષોની પરીક્ષા કર્યા વિના બધા જ દેવ-ગુરુ-ધર્મને સમાન માનવા. જેમ હીરા અને કાચના કટકાને સમાન માનવા. અહીં અજ્ઞાન છે પણ અભિગ્રહિક મિથ્યાત્વની જેમ આગ્રહ નથી. માટે સત્યને પામવાની કોઈ સામગ્રી મળે તો તેનો સદુપયોગ કરીને મિથ્યાત્વમાંથી ખસીને સભ્યત્વને પામવું સુલભ બની જાય છે.
આમ અનાભિગ્રહિક મિથ્યાત્વવાળા જીવો જીવાદિ તત્ત્વોનું બીજાઓ જે કાંઈ સ્વરૂપ કહેતા હોય તેને પણ સાચું માનનારા હોય છે. બીજાં દર્શનો પણ સારાં છે એમ માને અને પોતે જે દર્શનમાં હોય તેનો પક્ષપાત પણ હોતો નથી, આવા પક્ષપાતરહિત સ્થિતિ મિથ્યાત્વ રૂપ મળની અલ્પતાના કારણે બને છે. આ પ્રકારના મિથ્યાત્વને બધાં જ દર્શન સારાં લાગે. એટલે કે જે દર્શનમાં મોક્ષ તથા મોક્ષના ઉપાય હોય તે પણ સારાં લાગે. આવા પ્રકારનું મિથ્યાત્વ માત્ર ભવિ જીવોને જ હોઈ શકે. અભવી જીવોને ક્યારેક પણ ન હોય. એનું કારણ એ છે કે આ ભવિ મિથ્યાત્વવાળાને મોક્ષમાર્ગ પણ સાચો લાગે છે, જે અભવિને ક્યારેક પણ લાગતો નથી.
(૩) આભિનિવેશિક મિથ્યાત્વઃ પોતાના પક્ષને અસત્ય-ખોટો સમજે છતાંયે દુરાગ્રહપૂર્વક પોતાની વાતને જ પકડી રાખે.
આભિનિવેશિક મિથ્યાત્વનો ઉદય થઈ જવા પામે તો તે સમ્યગદષ્ટિ આત્માઓને જ થાય
૮૦
સમકિત