________________
છે. આમ છતાં પણ સમ્યગ્દર્શન ગુણથી પતન પામનારા બધા જ આત્માઓ આભિનિવેશિક મિથ્યાત્વના જ સ્વામી બને છે એવું નથી. જેને શ્રી જૈન પ્રણીત શાસ્ત્રના વિષયમાં શંકા થ ાય અને તેથી ઊલટા પ્રકારના અર્થની શ્રદ્ધા થઈ જાય અને તે પછી એ શ્રદ્ધામાં પાછો ‘હું’ કાર ભળી જાય અને તે પણ એવો કે બીજાઓ સાચો અર્થ કહે તો પણ તે માને તો નહીં પણ ઉપરથી તેને ખોટો પાડવામાં તત્ત્પર રહે, આવા વખત સમ્યક્તવ જાય અને મિથ્યાત્વનો ઉદય થાય. આવા મિથ્યાત્વને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય.
આવા મિથ્યાત્વથી બચવું હોય તો સૌ પ્રથમ શાસ્ત્રનો અર્થ બરાબર સમજવાની કાળજી રાખવી જોઈએ અને આ કાળજી રાખવાની સાથે બીજા શાસ્ત્રવેદીઓ કયો અર્થ કેમ કરે છે તેને સમજવા માટે મગજને ખુલ્લું રાખવું જોઈએ.
શ્રી જિનપ્રણીત શાસ્ત્રનો શાતા હું છું અને અન્ય કોઈ નથી. એવી બીમારીથી આત્માઓએ સદાને માટે બચતા રહેવું જોઈએ. શાસ્ત્રનો જે અર્થ મેં કર્યો છે તે જ સાચો છે અને બીજાઓ એનો અર્થ કરે છે તે ખોટો છે એવું અહંકારથી કંઈપણ વિચારવું જોઈએ નહિ.
સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ શ્રી ભગવંત પ્રણીત શાસ્ત્રના વાતમાં ઊલટા અર્થની શ્રદ્ધા થઈ જાય એ શક્ય છે. સમ્યગ્દષ્ટિને શાસ્ત્રની કાંઈ પણ વાતનો ઊલટો અર્થ ક૨વાની ભાવના તો સ્વપ્ને પણ હોય નહીં પણ ઉપયોગશૂન્યતા આદિના યોગે ઊલટો અર્થ થઈ જવો અને સમજફરકના લીધે એ અર્થ સાચો છે એમ મનમાં બેસી જવું એ બનવાજોગ છે. એટલે એવું પણ કોઈવાર બને પણ એટલા માત્રથી જ સમ્યક્ત્વ જતું રહે અને મિથ્યાત્વનો ઉદય થઈ જાય એમ બનતું નથી. અજ્ઞાનતાના કારણે કોઈવાત ખ્યાલમાં આવી હોય તે રૂપમાં જ આ વાત છે એવું લાગે એ પણ શક્ય છે પરંતુ તેમા ચાસ નહિ ભળવો જોઈએ. મને આમ લાગ્યું એટલે આમ જ સાચું છે અને બાકીનું ખોટું. પોતાના છદ્મસ્થ પર્યાયનો ખ્યાલ સદાય મનમાં રહેવો જોઈએ. પોતાના અલ્પ જ્ઞાનના કારણે વાત સમજવામાં ભૂલ થઈ શકે એ ભૂલવું ન જોઈએ. “આ અર્થ મેં કરેલો છે માટે આ જ સાચો છે.’” ત્યાં સમ્યક્ત્વ ટકી શકે નહિ. માણસને જ્યારે પોતાની વાતનો ચડસ થઈ જાય છે ત્યારે તે કેટકેટલા અનર્થોને જન્માવે છે. પછી તેની જે હોંશિયારી, લાગવગ એ બધાંનો ઉપયોગ તે પોતે ડૂબવામાં અને બીજા વિશ્વાસુઓને ડુબાડવામાં કરે છે.
સાચાને ખોટું માનવું અને પોતાના દુરાગ્રહના હિસાબે ભગવાનની વાણીને ખોટી હેવી તે સૌથી મોટું પાપ છે. તેના કરતાં તે વાણીની બાબતમાં અજ્ઞાનતા સારી.
સમકિત
૮૧