________________
ઘણા ભવ મળી જઘન્ય બે વાર, ઉત્કૃષ્ટ પ્રત્યેક હજારવાર આવે છે. આ જીવ જઘન્ય તે જ ભવે ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષે જાય છે.
અહીંથી ગતિ જઘન્ય પહેલા દેવલોકે, ઉત્કૃષ્ટ ૯ ગ્રેવેયકની હોય છે.
આ ગુણસ્થાનકે રહેલા સાધુ-મુનિ ભગવંતો ૫ મહાવ્રત, ૧૦ થતિ ધર્મનું, ૫ સમિતિ અને ૩ ગુમિનું તથા ૨૭ સાધુજીના ગુણો સહિત વિચરે છે. બાવીસ પરિષદને જીતે છે અને ૨૦ અસમાધિના દોષને તજે છે.
૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાનકઃ મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આમ આ પાંચ પ્રમાદ વિનાના મુનિનું ગુણસ્થાનક તે અપ્રમત્ત સંયત ગુણસ્થાનક કહેવાય છે.
અહીંયા ૭ પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ હોય અને અપ્રત્યાખ્યાના વરણીય ૪ અને પ્રત્યાખ્યાના વરણીય એમ એ ૮ કષાયના ક્ષયોપશમથી જીવ સાતમું ગુણ સ્થાનક પ્રાપ્ત કરે છે.
અથવા તો બીજી રીતે જોઈએ તો ક્ષાયિક સમકિત ૭ નો ક્ષય + ૮ નો ક્ષયોપશમ, ઉપશમ સમકિત ૭નો ઉપશમ + ૮નો ક્ષયોપશમ અને ક્ષયોપશમ સમકિતી ૧૫નો ક્ષયોપશમ કરે છે. આના ઉપરાંત પાંચ પ્રમાદ છોડે છે ત્યારે આ ગુણસ્થાનક આવે છે.
આ ગુણસ્થાનકે જીવ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છ માસ સુધીનું તપ જાણે, શ્રદ્ધ, પ્રરૂપે તથા શક્તિ પ્રમાણે પાલન કરે.
અહીં રહેલો જીવ એ જ ભવમાં અથવા ઉત્કૃષ્ટ પંદરમાં ભવમાં મોક્ષે જાય છે. અહીંથી ગતિ જઘન્ય પહેલા દેવલોકે ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનની હોય છે.
આ ગુણસ્થાનક એક અંતર્મુહુર્તનું છે. આ રીતે અંતર્મુહર્તથી શરૂ કરી બે (છ અને સાત વચ્ચે) ગુણસ્થાનક દેશે ઊણા કોડ પૂર્વ સુધી વિચરે છે.
૮) નિવૃત્તિ બાદર સંપરાય (અપૂર્વકરણ) ગુણસ્થાનક જે ગુણસ્થાનકમાં સમ સમયવર્તી જીવોના પરિણામમાં ભિન્નતા હોય તથા બહાર સંજવલન કષાયનો ઉદય હોય તેને નિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે.
શુક્લધ્યાનની પ્રાપ્તિ કરી તેના પ્રથમ પાયા દ્વારા પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિના પરિણામથી સ્થિ
૨૯૮
સમકિત