________________
અથવા તો બીજી રીતે જોઈએ તો લાયક સમક્તિી ૭ નો ક્ષય કરે + ૪નો ક્ષયોપશન કરે. ઉપશમ સમકિતી ૭નો ઉપશમ કરે + ૪નો ક્ષયોપશમ કરે, અને ક્ષયોપશમ સમકિતી આ જ ૧૧ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે.
અહીં જીવ પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચતુષ્કના ઉદયથી સર્વવિરતિને સ્વીકારી શકતો નથી. પણ સર્વવિરતિની ભાવના ભાવતો હોય છે.
આ ગુણસ્થાનકે જીવ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છમાસી સુધીનું તપ જાણે, શ્રદ્ધા કરે, પ્રરૂપે અને શક્તિ પ્રમાણે પાલન કરે. એક પચ્ચકખાણથી લઈને શ્રાવકના ૧૨ વ્રત, શ્રાવકની ૧૧ પડિમા આદર અને સંલેખના કરી અનશન (સંથારો) કરી આરાધના કરે. અહીં જો આયુષ્યનો બંધ પડે તો તેના ફળ સ્વરૂપે ૧) જીવ જઘન્ય ૩ ભવે, ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષે જાય. ૨) જઘન્ય પહેલા દેવલોક ઉપજે અને ઉત્કૃષ્ટ ૧૨મા દેવલોક ઉપજે. આવું શ્રાવકપણું એક ભવમાં જઘન્ય ૧ વાર, ઉત્કૃષ્ટ પ્રત્યેક (૨થી ૯) હજાર વાર આવે. અહીંયા દીક્ષા ગ્રહણ કરવામાં અશક્ત હોય તો તે ગૃહવાસમાં રહીને પણ સમકિતપૂર્વક સામાયિક આદિ વ્રતોનું શ્રદ્ધાન અને સ્પર્શન કરે છે.
૬) પ્રમત્ત સંવત ગુણસ્થાનકઃ જે પાપના વ્યાપારથી વિધિપૂર્વક સર્વથા નિવૃત્ત થઈ જાય તે સંયત, પણ અહીં હજી પ્રમાદનું સેવન થતું હોય છે એટલે આને “પ્રમત્તસંયત ગુણસ્થાનક' કહેવાય છે. સમકિતની અપેક્ષાથી આ ગુણસ્થાનકે ૭ પ્રકૃતિ દર્શન સમક)નો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ હોય છે તથા અપ્રત્યાખ્યાનાવરણીય ૪ અને પ્રત્યાખ્યાનાવરણીય ૪; આ ૮ કષાયના ક્ષયોપશમથી છઠું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો ક્ષાયિક સમકિતી ૭નો ક્ષય + ૮નો ક્ષયોપશમ અથવા ઉપશમ સમક્તિ ૭ નો ઉપશમ + ૮નો ક્ષયોપશમ અને ક્ષયોપશમ સમકિતી ૭ + ૮ એમ ૧૫નો ક્ષયોપશમ કરે છે.
આ ગુણસ્થાનકે જીવ, નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી, નવકારશીથી છ માસ સુધીનું તપ જાણે, શ્રદ્ધ, પ્રરૂપે અને શક્તિ પ્રમાણે પાલન કરે. સાધુપણું એક ભવમાં જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ પ્રત્યેક (૨થી ૯) સો વાર આવે. (આ એક ભાવની અપેક્ષાથી જાણવું. દ્રવ્યથી તો સાધુના વેશમાં દીક્ષા પછી હોય જ છે.) સમકિત
૨૯૭