________________
સમસ્ત પર-પદાર્થોથી પોતાના આત્માને ભિન્ન માને.
પોતાના આત્માના મુખ્ય ગુણ રૂપે જ્ઞાન, દર્શન અને ચારિત્રને માને.
આત્મા ધ્રુવ-નિત્ય-શાશ્વત તત્ત્વ છે એવી શ્રદ્ધા હોય છે, જિનેશ્વર દેવનાં વચન પર દૃઢ શ્રદ્ધા હોય છે. સાંસારિક વિષયભોગને હેય (છોડવા યોગ્ય) સમજે પણ છોડી શકતો નથી.
આમ આ ગુણસ્થાનકે જીવ સમ્યગ્દષ્ટિ તો હોય છે પણ હિંસાદિ પાપ વ્યાપારથી અટક્યો નહીં હોવાથી અવિરતિ છે. અહીં ઉત્કૃષ્ટ પરિણામ આવે તો તીર્થંકર નામકર્મનો બંધ પણ કરી શકાય છે.
મોહનીયની દર્શન સમકની પ્રકૃતિના ક્ષયોપશમ આદિના કારણે પ્રાપ્ત થતી અવસ્થા તે અવિરતિ સમ્યગ્દષ્ટિ છે. મોહનીયની શેષ ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે.
દર્શન સપ્તકમાંથી જે ઉદયમાં આવે તેને ક્ષય કરે અને સત્તામાં દળ છે તેને ઉપશમાવે તેને ક્ષયોપશમ સમકિત કહીએ છીએ, અને તે અસંખ્યવાર આવે છે.
દર્શન સમકની પ્રકૃતિના દળને સર્વથા ઉપશમાવે, ઢાંકે તેને ઉપશમ સમકિત કહીએ છીએ અને તે આખા સંસાર ચક્રમાં ઉત્કૃષ્ટ પાંચ વાર આવે છે.
અને દર્શન સપ્તકના દળને સર્વથા ક્ષય કરે તેને ક્ષાયક સમકિત કહીએ છીએ, અને તે સમકિત સંસાર ચક્રમાં એક જ વાર આવે અને તે આવેલું જાય નહિ.
આ ગુણસ્થાનકનું મુખ્ય ફળ એ છે કે જીવ જ્યારે આ ગુણસ્થાનકમાં આયુષ્યનો બંધ કરે તો જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ પંદર ભવમાં મોક્ષ જાય છે.
આ ત્રણે પ્રકારના સમકિતવાળા આ ગુણસ્થાનકમાં હોઈ શકે છે.
આ ગુણસ્થાન આત્માનો સંસારકાળ સીમિતમાં ઉત્કૃષ્ટ દેશે ઊણા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે પહોંચાડી દે છે.
૫) દેશવિરતિ ગુણસ્થાનકઃ દેશ અંશથી (થોડીક) વિરતિને સ્વીકારવી તે દેશિવરતિ કહેવાય. જ્યારે જીવ દર્શનસમકનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ કરે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ચતુષ્કનો ક્ષયોપશમ કરે, એમ કુલ ૧૧ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે ત્યારે દેશવિરતિ ગુણસ્થાનકે આવે છે.
૨૯૬
સમકિત