________________
૨.૨ઃ મિથ્યાત્વનું સ્વરૂપ
સ્થાનાંગ સૂત્ર ટીકામાં પ્રસ્તુત મિથ્યાત્વનું એક લક્ષણ એમ છે કે-“જે વાત જેવી છે તેવી ન માનવી અથવા તો વિપરીત માનવી.” સ્થાન ૧૦, સૂત્ર ૭૩૪ ટીકા બીજું લક્ષણ યોગશાસ્ત્રમાં બતાવ્યું છે કે
"अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या । अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्वं तद्विपर्ययात्" -યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લોક
અર્થાત્ કુદેવમાં દેવ માનવાવાળી બુદ્ધિ, કુગુરુ ને ગુરુ માનવાળી બુદ્ધિ અને કુધર્મને ધર્મ માનવાવાળી જે વિપરીત બુદ્ધિ છે તે મિથ્યાત્વ છે.
જેમ જન્માંધ મનુષ્ય જન્મથી જ કોઈ વસ્તુનું દર્શન નહીં કરવાથી તેનું સ્વરૂપ યથાતથ્ય જાણી શકતો નથી તેમ જીવાદિ નવ તત્ત્વો મિથ્યાત્વી પણ જાણી શકતો નથી. અને કોઈ જાણે તો પણ જેમ ઘતૂરાપાન કરવાથી અથવા કમળાના રોગથી પીડિત મનુષ્ય વસ્તુને વિપરીત યા અન્ય રીતે દેખે છે તેમ મિથ્યાત્વીની દૃષ્ટિ પણ અવળી-અને વિપરીત હોય છે.
જેમ મણ દૂધમાં રતી જેટલું ઝેર પણ હાનિકારક અને આરોગ્ય માટે બાધક છે, તેમ મિથ્યાત્વનો ઓછામાં ઓછો અંશ પણ જીવને પહેલું ગુણસ્થાનક છોડવા દેતો નથી. કહ્યું છે કે
"सूत्रोत्त्कस्येकस्था परोचनादक्षरस्य भवतिनरः । मिथ्यादृष्टिः सूत्र हि न प्रमाणं जिनाभिहितम्" - પ્રજ્ઞાપના સૂત્ર- પદ ૨૨ ટીકા
અર્થાત-કહેલ સૂત્રમાં એક અક્ષરની પણ અરુચિ થવાથી મનુષ્ય મિથ્યાષ્ટિ બને છે કારણ કે જિનેશ્વર ભગવંત ઉપદેશિત સૂત્ર પૂર્ણ રૂપથી પ્રમાણભૂત છે. મિથ્યાત્વમાંથી જીવ નીકળે નહીં ત્યાં સુધી મોક્ષમાર્ગમાં તે પ્રવેશ કરી શકતો નથી.
અઢાર પાપસ્થાનકોમાંથી સૌથી છેલ્લું પાપ તે “મિથ્યાદંસણ શલ્ય” છે. સૌથી ભયંકર પણ આ જ પાપ છે. આ પાપ જો નષ્ટ થઈ જાય તો બાકીના ૧૭ પાપનું બળ એકદમ ઓછું થઈ
સમકિત
७४