________________
જાય છે. ૧૮ પાપમાંથી ફક્ત આ જ પાપની જોડે ‘‘શલ્ય’” (ભાલો) શબ્દ મુકાયો છે. એનું કારણ એ છે કે તે ભાલાની જેમ આપણા આત્માને ખૂંચે છે અને તેની શુદ્ધતામાં કાણાં પાડે છે. હિંસાદિક દોષો અધર્મ કરાવે પણ અધર્મ ક૨વા લાયક છે એવું તો મિથ્યાત્વ જ મનાવે.
“ન મિથ્યાત્વસમઃ શત્રુ, ન મિથ્યાત્વસમેં વિષમ્ ।
ન મિથ્યાત્વસમો રોગો, ન મિથ્યાત્વસમં તમઃ ।।’
અર્થ-મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કોઈ ઝેર નથી, મિથ્યાત્વ સમો કોઈ રોગ નથી, મિથ્યાત્વ સરીખું અજ્ઞાનમય કોઈ અંધારું નથી.
મહાપુરુષો ફરમાવે છે કે-અજ્ઞાનમેવ મહાષ્ટમ અજ્ઞાન એ જ મહાકષ્ટ છે. (મિથ્યાત્વ છે.) મિથ્યાત્વ જ આત્મ સ્વરૂપની યથાર્થ ઓળખાણ થવા દેતું નથી. તેથી ભવરોગ મટતો નથી, તેમ છતાં મોહાંધ બનેલા જીવો તેમાં મસ્ત બનીને જીવે છે.
વૈરાગ્યશતકની ગાથા-૯૮માં પણ કહે છે કેઃ
"मिच्छेअ अनंत दोसा, पयडा दिसंति नवि गुण लेसा । तह विय त चेव जीवा हो मोहंध निसेवंति ॥ "
અર્થાત-મિથ્યાત્વમાં કિંચિત્માત્ર ગુણ નથી, પણ અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે. તથાપિ મોહાંધ બનેલા જીવો તેનું આચરણ કરે છે. હા ! ઇતિ સખેદાશ્ચર્ય ! (દુઃખ સાથેનું આશ્ચર્ય)
‘કર્મગ્રંથમાં મિથ્યાત્વનું સ્વરૂપ એવું બતાવ્યું છે કે મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી જીવના જે વિપરીત- ઊંધાં પરિણામ તે મિથ્યાત્વ’.
મિથ્યાદૃષ્ટિજીવ કેવો હોય છે તે વાત બૃહદ્રવ્યસંગ્રહની ટીકામાં આ પ્રમાણ છે.
શુદ્ધ આત્મા, છ દ્રવ્ય, સાતતત્ત્વ અને નવ પદાર્થમાં ત્રણ મૂઢતા આદિ પચ્ચીસદોષ રહિત, વીતરાગ સર્વજ્ઞ દ્વારા કથિત નયવિભાગથી જે જીવને શ્રદ્ધા નથી તે મિથ્યાદષ્ટિજીવ છે.
જેવી રીતે દારૂ પીવાથી મનુષ્યની બુદ્ધિ ભ્રાન્ત બની જાય છે. પીળા ચશ્માના આવરણથી સફેદ વસ્તુ પણ પીળી દેખાય છે. તેવી જ રીતે મિથ્યાત્વમોહના ઉદયથી માણસની બુદ્ધિ ભ્રાન્ત થઈ જાય છે. તે આત્માના પદાર્થોને અનાત્માના પદાર્થો તરીકે જુએ છે. જેવી રીતે તાવવાળા
સમકિત
૭૫