________________
૨.૫ ઈસ્લામ ધર્મ
ઈસ્લામ ધર્મના પ્રચારક મી. અહમ્મદ અઝઝુઝ સાથે મુલાકાત.
૧. આપનો ધર્મ આત્મામાં માને છે?
જો હા ...તો ક. આત્માનો અર્થ શું? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો?
ઈસ્લામ ધર્મ દેવી, અલૌકિક આત્માની હસ્તિમાં માને છે.
ભગવાને આત્મા બનાવ્યો છે, જો કે એને ભગવાનનો અંશ ન માનવો કારણ કે એમ માનવાથી દરેક વ્યક્તિ ભગવાન બરાબર ગણાઈ જશે. આત્મા એ તદ્દન અલગ જ છે. ભગવાન સનાતન છે-અમર છે અને સદાકાળથી છે. તેની શરૂઆત કોઈ શોધી શકે તેમ નથી. તેઓ જ દુનિયાના, શરીરના અને આત્માના સર્જક છે.
ઈસ્લામનો પવિત્ર ગ્રંથ કુરાન છે. જેમાં પ્રાણી અને આત્મા સાથે કોઈ સંબંધ બતાવવામાં આવ્યો નથી. પ્રાણીને મનુષ્યની જેમ ભગવાનની સામે કર્મનો હિસાબ આપવાનો હોતો નથી. તેમની ક્રિયાઓનો ન્યાય થતો નથી અને સ્વર્ગ કે નરકમાં જવાનું પણ હોતું નથી. ઈસ્લામ ધર્મ પ્રાણી અને વનસ્પતિને ભગવાને મનુષ્યજાતિની સેવા માટે જ બનાવ્યા છે એમ માને છે; માટે તેનો ઉપયોગ સમજણપૂર્વક કરવો એમ માને છે. હડીથ એ એમના પ્રોફેટ મહમ્મદ પયગંબર (PBUH) નું એક શિક્ષણ છે. તેમાં પ્રાણીઓની એકતા બનાવવાની કુદરતી વૃત્તિ, સંપીને રહેવાની કુદરતી બક્ષીસ વિષે માહિતી છે તથા મનુષ્યજાતને તેઓ પ્રત્યે અનુકંપા દર્શાવવાની સૂચના પણ છે.
૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે?
જેમ જેમ મનુષ્ય મૃત્યુ તરફ જાય છે, શરીર નાશ પામે છે, ક્યારે શરીરમાંથી ફિરસ્તો આત્માને મરેલાની દુનિયામાં લઈ જાય છે. ત્યાં આત્માઓ ન્યાયના (કયામત) દિવસની રાહ જુએ છે. સારાં કૃત્ય કરેલા આત્માઓને સ્વર્ગ નજરે પડે છે, અને બીજાને નહીં.
સમકિત
૩૫૯