________________
ન્યાયના દિને અલ્લાહ (ભગવાન) પ્રત્યેક આત્માને તેના વ્યક્તિગત શરીર સાથે જોડે છે. ન્યાયની ક્ષણે તેને જાતજાતના સવાલો-તેના જીવનમાં, યુવાનીમાં, પૈસા બાબત, જ્ઞાન બાબત, શરીર વગેરેનો કેવો ઉપયોગ કર્યો હતો તે બાબત અંગેના સવાલો પૂછી નિર્ણય લે છે. ઈસ્લામ ધર્મ પ્રમાણે શરીર એ પ્રભુની દેણ છે તેથી એને હેરાન કરવું કે મારવું તે મોટું પાપ છે.
ન્યાયનો દિવસ ઘણો લાંબો દિવસ ગણાય છે કારણ કે તે દિવસે દરેકના કાર્યની છટણી થાય છે. સારા આત્માઓને ઓછી રાહ જોવી પડે છે. તમે સારા કૃત્ય કર્યા હોય તો અલ્લાહ દયા બતાવે છે અને દુષ્કૃત્ય કરનારને શિક્ષા કરે છે.
ન્યાય મેળવવા માટે નરક પર બાંધેલા પૂલ વટાવી સ્વર્ગ તરફ દરેકે જવું જ પડે છે. સુકૃત્ય આત્માઓ સરળતાથી પૂલ ઓળંગી શકે છે જ્યારે દુષ્કૃત્ય આત્માઓ તો અધવચ્ચેથી જ નીચે પડી નરકમાં જાય છે.
૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે? શ્રદ્ધાની ઈસ્લામી વ્યાખ્યાના બે મૂળ છે “કુરાન” અને “હડીથ', બન્ને પ્રમાણે શ્રદ્ધાના છ ભાગ છે. હડીથમાં એક જ શ્લોકમાં આયાત છે. જ્યારે કુરાનમાં જુદા જુદા શ્લોકમાં આયાત છે.
શ્રદ્ધા એટલે નીચે જણાવેલ ઉપર આસ્થા હોવી તે. ૧. અલ્લાહ ૨. તેના ફિરસ્તાઓ ૩. તેના ગ્રંથો ૪. તેના પયગંબર ૫. ન્યાયનો દિવસ ૬. નિયતિ
ચુસ્ત મુસ્લિમો આ છએ છ પાયાને માને જ. એમાં ન માને તેને અશ્રદ્ધાળુ કહેવાય. તેમના હિસાબે કુરાન', બાઈબલ (ન્યુ ટેસ્ટામેન્ટ)' “થોરાઈ' (ઓલ્ડ ટેસ્ટામેન્ટ), અને ડેવીડનું પવિત્ર કાવ્ય આ પવિત્ર ગ્રંથો ગણાય છે.
૪. કોને શ્રદ્ધા હોઈ શકે? માન્યતા અને સત્કાર્યોને કુરાનમાં એક જ આયાત (શ્લોક)માં સ્થાન આપવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે જેવી માન્યતા અને શ્રદ્ધા એનાં કાર્યોમાં ન જણાય અને ન દેખાય તો ૩૬૦
સમકિત