________________
(૪) અપૂર્વસ્થિતિબંધઃ-પૂર્વે ક્યારેય નહિ થયેલો એવો જે અલ્પસ્થિતિબંધ તે “અપૂર્વસ્થિતિબંધ’ કહેવાય છે.
સ્થિતિબંધનું કારણ કષાયોદય છે.
જેમ કષાયોદય તીવ્ર બનતો જાય છે તેમ સંકલેશ વધવાથી સ્થિતિબંધ વધતો જાય છે. અને જેમ કષાયોદય મંદ પડે તેમ વિશુદ્ધિ વધવાથી સ્થિતિબંધ ઘટતો જાય છે. આ નિયમાનુસાર વિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલો અપૂર્વકરણવર્તી જીવ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધ કરતાં પછીપછીનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન કરે છે.
એક સ્થિતિબંધનો કાળ અંતર્મુહૂર્ત છે.
અસકલ્પનાથી (દાખલા તરીકે) અપૂર્વસ્થિતિબંધનું અંતર્મુહૂર્ત = ૫ સમય
નોંધઃ અપૂર્વકરણના પ્રથમ સમયે સ્થિતિઘાત અને અપૂર્વસ્થિતિબંધ બંને એકસાથે શરૂ થાય છે. અને સાથે જ પૂર્ણ થાય છે. માટે તે બંનેનું અંતર્મુહૂર્ત સરખું છે.
યથાપ્રવૃતકરણના છેલ્લા સમયે જીવ જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મોનો અંતઃક્રોડાક્રોડી સાગરોપમ ૭૨ સમયનો સ્થિતિબંધ ક૨ીને અપૂર્વકરણમાં પ્રવેશે છે. પછી જીવ ૧થી ૫ સમય સુધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ = ૧૨ સમય ન્યૂન એટલે ૬૦ સમયનો (૭૨-૧૨ ૬૦) સ્થિતિબંધ કરે છે.
=
=
એ જ પ્રમાણે ૬થી ૧૦ સમય સુધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ = ૧૨ સમય ન્યૂન એટલે ૪૮ સમયનો (૬૦-૧૨ ૪૮) સ્થિતિબંધ કરે છે. આ રીતે પૂર્વ-પૂર્વના સ્થિ તિબંધ કરતાં પછી-પછીનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન થ તો જાય છે.
આ પ્રમાણે અપૂર્વકરણના પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ ચારેય પદાર્થો એકસાથે શરૂ થઈ જાય છે. તે વખતે બતાવ્યા મુજબ ગ્રંથિભેદની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. ત્યાર પછી લઘુકર્મી જીવ અંતર્મુહૂર્તકાળમાં ‘‘તીક્ષ્ણકુહાડાનીધાર’’ સરખા અપૂર્વવીર્યોલ્લાસ વડે અનાદિકાલીન રાગદ્વેષના તીવ્ર પરિણામરૂપ દુર્ભેદ્ય ગાંઠને તોડીને અનિવૃત્તિકરણમાં' (ત્રીજા કરણમાં) પ્રવેશે છે.
૧૨૬
સમકિત